Get The App

મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે

આ વખતે જપ્ત કરાયેલી કુલ રકમ 2018માં આ પાંચ રાજ્યોમાં મળી આવેલી રોકડ કરતાં 7 ગણી વધુ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા 1 - image

image : Twitter



Telangana Election 2023 News | તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની (Car with cash) રોકડ મળી આવી છે. જ્યારે કારચાલકને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું તો તે કોઈ હિસાબ ન આપી શક્યો. પોલીસે આ મામલે 3 લોકોની અટકાયત કરી હતી. 

પોલીસની આંખો પહોળી થઈ ગઈ 

પોલીસે જણાવ્યું કે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાં બે સુટકેસ મળી આવ્યા હતા. જ્યારે તેને ખોલીને જોયા તો પોલીસના હોશ જ ઊડી ગયા. પોલીસે રોકડ જપ્ત કરી અને તેને આવકવેરા વિભાગને સોંપી દીધી. 

5 રાજ્યોમાં અત્યાર સુધી 1760 કરોડ જપ્ત 

અગાઉ ચૂંટણીપંચે જણાવ્યું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદથી અત્યાર સુધીમાં આશરે 1760 કરોડ રૂપિયાની બેહિસાબી રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી. આ રકમ 2018માં આ પાંચ રાજ્યોમાં મળી આવેલી રોકડ કરતાં 7 ગણી વધુ છે. ચૂંટણીપંચ (Election Commission) રાજ્ય અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ સાથે મળીને આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપે છે. માહિતી અનુસાર ચૂંટણીની જાહેરાત બાદથી મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી 1760 કરોડ રુપિયા જપ્ત કરાયા હતા. જોકે 2018માં આ રકમ 239.15 કરોડ રૂપિયા હતી. અગાઉ ગુજરાત, હિમાચલ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકથી ચૂંટણી પંચે 1400 કરોડ રૂપિયાથી વધુની બેહિસાબી રોકડ જપ્ત કરી હતી.

મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા 2 - image


Google NewsGoogle News