વિશ્વના આ પાંચ દેશોમાં ઝડપથી વધી રહી છે મુસ્લિમોની વસ્તી, જાણો ભારતની સ્થિતિ
Muslim Population : વિશ્વમાં જો કોઈ સૌથી ઝડપથી વધી રહલો કોઈ ધર્મ હોય તો તે ઇસ્લામ ધર્મ છે. પ્યુ રિસર્ચ સેન્ટર મુજબ મુસ્લિમોની વસ્તી જે ગતિથી આગળ વધી રહી છે તે મુજબ 2070 સુધીમાં તે ખ્રિસ્તી ધર્મને પાછળ છોડી દેશે અને સૌથી મોટો ધર્મ બની જશે.
વિશ્વની કુલ વસ્તીમાંથી 24 ટકા વસ્તી મુસ્લિમોની
સંશોધન સંસ્થાના જણાવ્યા મુજબ, વિશ્વમાં 1.8 બિલિયન (1800000000 અબજની આસપાસ) મુસ્લિમો રહે છે, એટલે કે વિશ્વની કુલ વસ્તીમાંથી 24 ટકા વસ્તી મુસ્લિમોની છે. જયારે ખ્રિસ્તીઓની વસ્તી 2.4 બિલિયન (2400000000 અબજની આસપાસ) છે. વર્ષ 2050 સુધીમાં મુસ્લિમોની અને ખ્રિસ્તીઓ વસ્તી એક સરખી થઈ જશે. એવો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં મુસ્લિમોની વસ્તી 73%ના દરે વધશે જ્યારે ખ્રિસ્તીઓની વસ્તી (Christian Population) માત્ર 35 ટકાના દરે વધશે.
કઈ જગ્યાએ સૌથી વધારે મુસ્લિમો?
દુનિયા સૌથી વધારે મુસ્લિમો અશિયા-પેસેફિક ક્ષેત્રમાં વસવાટ કરે છે. જ્યાં મુસ્લિમનોની કુલ વસ્તી 61.7 ટકા છે. આજ રીતે મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં 19.8 ટકા, સબ સહારન આફ્રિકામાં 15.5, યુરોપમાં 2.7 ટકા, ઉત્તર અમેરિકામાં 0.2 ટકા અને લેટિન અમેરિકામાં 0.1 ટકા મુસ્લિમ વસ્તી છે.
ક્યાં દેશમાં મુસ્લિમોની વસ્તી સૌથી વધુ?
વર્તમાનમાં સૌથી વધારે મુસ્લિમોની વસ્તી ઈન્ડોનેશિયામાં છે. બીજા નંબર પર પાકિસ્તાન અને ત્રીજા નંબર પર ભારત છે. સંશોધન સંસ્થાના જણાવ્યા મુજબ, 2030 સુધીમાં ઇન્ડોનેશિયાને પછાડી પાકિસ્તાન સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે અને 2050 સુધીમાં પાકિસ્તાન પણ પાછળ છૂટી જશે અને દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ભારતમાં હશે.
ભારતની શું છે સ્થિતિ?
વર્ષ 2011ની જનગણના મુજબ ભારતમાં કુલ 17.22 કરોડ મુસ્લિમો રહેતા હતાં, જે દેશની કુલ વસ્તીના 14.2 ટકા છે. થોડા સમય પહેલા સરકાર દ્વારા જણાવાયું હતું કે, વર્ષ 2023ના અંત સુધીમાં મુસ્લિમોની કુલ વસ્તી (Muslims Population in India Latest Data) 20 કરોડ સુધી પહોચી જશે.
આ દેશોમાં ઝડપથી વધી રહી છે મુસ્લિમોની વસ્તી
- નાઇજિરિયા : અત્યારે નાઇજીરીયા દુનિયાની પાંચમી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.અહી 10 કરોડની આસપાસ મુસ્લિમો રહે છે.વર્ષ 2050 સુધી નાઇજીરીયામાં મુસ્લિમ વસ્તી 120ટકા સુધી વધી જશે.અને કુલ વસ્તી 23 કરોડને વટાવી જશે.
- ભારત : ભારતમાં મુસ્લિમોની વસ્તીની બાબતમાં ત્રીજા સ્થાન પર છે.પ્યુ રીસર્ચ સેંટર મુજબ 2050 સુધીમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી લગભગ 40ટકા એટલે 10 કરોડથી વધીને 31 કરોડને વટાવી જશે.અનુમાન છે કે 2050 સુધીમાં ભારતની કુલ વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો 18.4ટકા હશે.જો કે ત્યારે પણ હિન્દુઓની વસ્તી સૌથી વધારે રહેશે.
- પાકિસ્તાન : વર્ષ 2050 સુધીમાં મુસ્લિમોની વસ્તી 36ટકા સુધી વધી જશે.પ્યુ રીસર્ચ સેંટરે શક્યતા વ્યક્ત કરી છે કે 2050 સુધીમાં પાકિસ્તાનમાં મુસ્લિમોની વસ્તી 7.5 કરોડની આજુબાજુ વધી જશે અને 28 કરોડની આસપાસ મુસલમાન હશે.
- ઈરાક : ઈરાકમાં 2050 સુધી 94 ટકા મુસ્લિમોની વસ્તી વધશે.શક્યતા છે કે 2050 સુધીમાં ઈરાકના કુલ 80.11 મિલિયન અથવા 8 કરોડથી વધારે મુસ્લિમો થઇ જશે.ઈરાકમાં 99ટકા મુસ્લિમો છે અને બહુસંખ્યક શિયા મુસ્લિમ છે.
- નાઇજર : અફ્રીકી દેશ નાઇજરમાં 2050 સુધીમાં મુસ્લિમ વસ્તીમાં 148 ટકા નો વધારો થવાની સંભાવના છે.અત્યારે નાઇજરમાં (2.1 કરોડ)ની આસપાસ મુસ્લિમો રહે છે.શક્યતા છે કે 2050 સુધીમાં આ સંખ્યા વધીને 54 મિલિયન(5.4)કરોડની આસપાસ થઇ જશે.