દેશના આ પાંચ શહેરને મળ્યું નવું એરપોર્ટ, વડાપ્રધાન મોદીએ કહ્યું- 'આજે દેશ જોઈ શકે છે કે...'

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
દેશના આ પાંચ શહેરને મળ્યું નવું એરપોર્ટ, વડાપ્રધાન મોદીએ કહ્યું- 'આજે દેશ જોઈ શકે છે કે...' 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 10 માર્ચ 2024 રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આઝમગઢ જિલ્લાના મંદૂરી એરપોર્ટ પરિસરમાં 34,700 કરોડ રૂપિયાના 782 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે 12 નવા ટર્મિનલ ભવનો સહિત 15 એરપોર્ટ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. ઉલ્લેખનીય છે કે બપોરે લગભગ 2.15 વાગે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી છત્તીસગઢમાં મહતારી વંદના યોજના હેઠળ હપ્તા વિતરણ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદીએ જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો તેમાં આઝમગઢ, શ્રાવસ્તી, મુરાદાબાદ, ચિત્રકૂટ અને અલીગઢના એરપોર્ટ તથા ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લખનૌના નવા ટર્મિનલનું લોકાર્પણ સામેલ છે.

આ સિવાય તેમણે મહારાજા સુહેલદેવ રાજ્ય, યુનિવર્સિટી, આઝમગઢનું પણ લોકાર્પણ કર્યું. આ પ્રોજેક્ટમાં રેલવે અને માર્ગ સહિત અન્ય પ્રોજેક્ટ પણ સામેલ છે. આ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા.

PM મોદીએ જનસભાને કરી સંબોધિત

આઝમગઢમાં પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું, 'પૂર્વી ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશના પરિવારજનોના જીવનને સરળ બનાવવા માટે આપણી સરકાર દિવસ-રાત કામ કરી રહી છે. આઝમગઢમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યો છું. ઉત્તરપ્રદેશની ઓળખ... રેકોર્ડ માત્રામાં આવી રહેલા રોકાણથી થઈ રહી છે. ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરિમનીઝથી થઈ રહી છે. એક્સપ્રેસ-વેના નેટવર્ક અને હાઈવેઝથી થઈ રહી છે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આજે આઝમગઢનો સિતારો ચમકી રહ્યો છે. એક જમાનો હતો જ્યારે દિલ્હીથી કાર્યક્રમ થતો હતો અને દેશના અલગ-અલગ સ્થળોથી લોકો જોડાતા હતા. આજે આઝમગઢમાં કાર્યક્રમ થઈ રહ્યો અને દેશના જુદા-જુદા સ્થળોથી લોકો જોડાઈ રહ્યા છે.'

અગાઉની સરકારો સાથે પણ કરી તુલના 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા ચૂંટણીઓમાં શું થતું હતું? ગત સરકારોમાં લોકોને દગો આપવા માટે જાહેરાતો કરતા હતા. હું વિશ્લેષણ કરું છું તો ખબર પડે છે કે જાહેરાતો 30-35 વર્ષ પહેલા કરાતી હતી. ચૂંટણી પહેલા તકતી લગાવતા હતા અને પછી ગાયબ થઈ જતા હતા, નેતા પણ ગાયબ થઈ જતા હતા. આજે દેશ જોઈ શકે છે કે, મોદી અલગ માટીનો માણસ છે.


Google NewsGoogle News