Get The App

ભાજપના 5 ઉમેદવારો આ રાજ્યમાં વિધાનસભામાં બિનહરિફ જીતી જશે! વિપક્ષમાંથી કોઈ ચૂંટણી નહીં લડે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
ભાજપના 5 ઉમેદવારો આ રાજ્યમાં વિધાનસભામાં બિનહરિફ જીતી જશે! વિપક્ષમાંથી કોઈ ચૂંટણી નહીં લડે 1 - image


Image Source: Facebook

ઇટાનગર, તા. 28 માર્ચ 2024 ગુરૂવાર

અરુણાચલ પ્રદેશમાં વોટિંગ પહેલા જ સીએમ પેમા ખાંડૂ સહિત ભાજપના 5 ઉમેદવારોની જીત લગભગ નક્કી થઈ ગઈ છે. જોકે, આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઊભુ જ નથી. કોઈ પણ ઉમેદવારે તેમની સામે નામાંકન કર્યુ નથી. અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે વિધાનસભાની 60 બેઠકો માટે મતદાન થવાનું છે.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂના મુક્તો વિધાનસભા વિસ્તારથી બિનહરીફ જીતવાની આશા છે. એટલુ જ નહીં ભાજપના કોઈ અન્ય ઉમેદવાર પણ અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રથી બિનહરીફ જીતવાના છે.

વિપક્ષના નેતાઓએ ઉમેદવારી નોંધાવી નથી

અરુણાચલ પ્રદેશના પાપુમ પારે સહિત ઘણી બેઠકો પર વિપક્ષી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી નથી. તેનાથી આ 5 બેઠકો પર શાસક પક્ષની જીતનો માર્ગ ખૂબ સરળ થઈ ગયો છે. 

આ બેઠકો પર ભાજપની સ્થિતિ મજબૂત થઈ

સગાલીથી એર રાતૂ તેચી બિનહરીફ જીત પ્રાપ્ત કરવા માટે વધુ એક પ્રમુખ દાવેદાર તરીકે ઉભર્યા છે. આ સિવાય નીચલા સુબનસિરી જિલ્લાના ઝીરોથી એર હેજ અપ્પાને કોઈ વિરોધનો સામનો કરવો પડ્યો નથી. જેનાથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ ગઈ છે. 

નબામ તુકી લડી રહ્યા છે સંસદીય ચૂંટણી

આ સિવાય તાલીથી જિક્કે તાકો, તલિહાથી ન્યાતો ડુકોમ, સાગાલીથી રાતૂ તેચી અને રોઈંગ વિધાનસભા ચૂંટણી વિસ્તારથી મુચ્ચૂ મીઠી પણ બિનહરીફ જીત પ્રાપ્ત કરશે. સાગલીથી ધારાસભ્ય તરીકે 30 વર્ષ સુધી સેવા આપનાર પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીએ આ વખતે સંસદીય ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેઓ આલોથી ચૂંટણી લડી રહ્યા છે.


Google NewsGoogle News