ફરી PM બને તો મોદી સામે 5 વર્ષમાં 5 મોટા પડકાર, બહુમતી ગુમાવતાં હવે સાથીઓ પર નિર્ભર

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
ફરી PM બને તો મોદી સામે 5 વર્ષમાં 5 મોટા પડકાર, બહુમતી ગુમાવતાં હવે સાથીઓ પર નિર્ભર 1 - image



Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપને 400 પારની અપેક્ષા હતી પણ 250 સુધી પણ પહોંચી શકી નથી. જો કે સહયોગી પક્ષ એટલે કે એનડીએ મળીને 543માંથી 293 બેઠકો જીતવામાં સફળતા મળી છે, ત્યારે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. જો કે આ વખતે ભાજપ પાસે બહુમતી નથી. આવી સ્થિતિમાં એનડીએની મદદથી સરકાર બનશે, અને મોટા કોઈ નિર્ણયો લેતા સમયે ભાજપે તેના સાથી પક્ષોનું પણ ધ્યાન રાખવું પડશે. ત્યારે વડાપ્રધાન મોદી સામે આગામી 5 વર્ષમાં ક્યા 5 મોટા પડકારો હશે.

• પહેલો પડકાર

પૂર્ણ બહુમતી ન મળતા હવે સાથી પક્ષોને પ્રાથમિકતા આપવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાના સાથી પક્ષોને એકસાથે રાખવાનો મોટો પડકાર હશે. હવે સરકારે કાયદા અને બિલમાં પણ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાડુયનું ધ્યાન રાખવું પડશે.

• બીજો પડકાર

એક વાત તો સૌ કોઈ જાણે કે છે ભાજપના બંને સાથીદારો નીતિશ અને નાયડુ પ્રાથમિક મુદ્દાઓ પર ક્યારેય એક થયા નથી. બંને નેતાઓ કિંમત વસૂલવામાં માહિર છે. હવે બજેટથી લઈને રાજ્ય સુધી તેઓ મોદી સરકાર પાસેથી કંઈક વધુ અપેક્ષા રાખશે. હવે વિશેષ રાજ્યનો મુદ્દો મોટો બનશે. બંને નેતાઓ પહેલાથી જ બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ રાજ્યની માંગ કરી રહ્યા છે.

• ત્રીજો પડકાર

ભાજપ અને તેમના સાથી પક્ષો વચ્ચે ઘણા મુદ્દાઓ પર વિચારધારામાં તફાવત જોવા મળે છે. હવે આ જ કારણ છે કે મોદી સરકારે કોમન સિવિલ કોડ પર ધીમે ધીમે આગળ વધવું પડી શકે છે. 3-63 બેઠકોના આ આંચકા બાદ હવે ભાજપે પાર્ટી સંગઠનમાં ફેરફાર અંગે વિચારવું પડશે. આગામી દિવસોમાં પાર્ટી ફરી રી-સ્ટાર્ટના મૂડમાં જોવા મળી શકે છે.

• ચોથો પડકાર

વડાપ્રધાન મોદીએ તેમના વિજય ભાષણમાં સંકેત આપ્યા હતા કે તેમની સરકાર મોટા નિર્ણયો લેશે. પરંતુ આ 5 વર્ષ મોદી મેજિકની જે ચમક ઓછી થઈ ગઈ છે તે પણ પાછી લાવવાનો સમય હશે, આ માટે મોદી સરકારે તેની નીતિઓને વધુ મજબૂત કરવી પડશે.

• પાંચમો પડકાર

આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હવે ભાજપ પર ત્રણેય રાજ્યોમાં વધુ સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. દિલ્હી સિવાય અન્ય બે રાજ્યોમાં લોકસભા ચૂંટણીના પરિણામોએ પાર્ટીનું ટેન્શન વધાર્યું છે. ભલે દિલ્હીમાં AAPનો સફાયો થયો હોય, પરંતુ એ પણ સત્ય છે કે તેણે વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા જોરદાર કમબેક કર્યું છે. આવી સ્થિતિમાં ભાજપે આ તરફ પણ ધ્યાન આપવું પડશે.


Google NewsGoogle News