Get The App

જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ, કારગિલમાં નોંધાયું કેન્દ્રબિંદુ

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ, કારગિલમાં નોંધાયું કેન્દ્રબિંદુ 1 - image


નવી મુંબઇ,તા. 18 ડિસેમ્બર 2023, સોમવાર 

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે  આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ પછી આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં સાંજે 4:01 વાગ્યે તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ પહેલા પાકિસ્તાનમાં સવારે 11.38 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ વખતે શું કરવું?

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ કહ્યું કે ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. ટેબલની નીચે છુપાઈ જાઓ અથવા તમારા માથાને ઢાંકી દો. આ સિવાય ધ્રુજારીના આંચકા આવતા જ તરત જ બહાર નીકળી જાઓ અને લિફ્ટનો ઉપયોગ ન કરો. બહાર આવ્યા પછી થાંભલાઓ, ઇમારતો અને વૃક્ષોથી દૂર રહો. 

  • ટેબલની નીચે છુપાઈ જાઓ અથવા તમારા માથાને ઢાંકી દો
  • ધ્રુજારીના આંચકા આવતા જ તરત જ બહાર નીકળી જાઓ
  • બહાર આવ્યા પછી થાંભલાઓ, ઇમારતો અને વૃક્ષોથી દૂર રહો
  • લિફ્ટનો ઉપયોગ ન કરવો

NDMAએ ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ન જવા જણાવ્યું હતું. જો તમે કાટમાળમાં ફસાયેલા હોવ, તો તમારા મોંને કપડાથી ઢાંકી દો. આ સિવાય સીડીનો ઉપયોગ કરો. આ ઉપરાંત ભૂકંપની અસરથી બચવા માટે તમારા ઘરની દિવાલો અને છતની સમયાંતરે સમારકામ કરાવો અને ઇમરજન્સી કીટ તૈયાર રાખો.


Google NewsGoogle News