Get The App

ગુજરાત 5.3ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું : કચ્છમાં એપીસેન્ટર

- કોરોનાની મહામારી અને ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે

- જીવ બચાવવા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી મેદાનોમાં ભેગા થયા

Updated: Jun 14th, 2020


Google NewsGoogle News
ગુજરાત 5.3ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું : કચ્છમાં એપીસેન્ટર 1 - image


સૌરાષ્ટ્રમાં આઠ વર્ષ બાદ આટલો શક્તિશાળી આંચકો આવ્યો

બહુમાળી ઇમારતોમાં રહેલા લોકોમાં ફફડાટ : વરસાદ વરસતો હોવા છતાં મોડે સુધી ખૂલ્લાં મેદાન-પ્લોટમાં રહ્યાં

અમદાવાદ, તા. 14 જૂન 2020, રવિવાર

કોરોનાની મહામારી અને ભારે વરસાદની પરિસિૃથતિ વચ્ચે આજે રાત્રે 8:13 કલાકે સમગ્ર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 5.3ની તીવ્રતાના આ ભૂકંપનું એપિસેન્ટ કચ્છ જિલ્લાના ભચાઉથી 13 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હોવાનું નોંધાયું છે. રાજકોટ, સુરેન્દ્રગર, પાટણ અને કચ્છ જિલ્લાના ઉભા પટ્ટામાં આ આંચકાની અસર વધારે અનુભવાઇ હતી. જો કે આંચકાનો સમયગાળો ઓછો હાવાથી કોઇ જાનહાનિ કે અન્ય નુકસાન થયા નથી.

ભૂકંપ જેની ઓળખનો ભાગ છે તેવા કચૃથમાં આજે વરસાદની પરિસિૃથતિના કારણે રાત્રે લોકો ઘરોમાં હતા ત્યારે 8:3 કલાકે ભૂકંપ આવતા મહિલાઓ, નાના બાળકો, યુવાનો અને વડીલો પણ ઘર મુકીને રસ્તા પર દોટ મૂકી હતી. બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો. એકતરફ કોરોનાનો ડર છે તો બીજી તરફ, વરસાદી માહોલ તેવામાં કુદરતી રૂઠી હોય તેમ આજે ભુકંપના આંચકાથી લોકોમાં ચિંતા જોવા મળી હતી.

આજે આવેલા આંચકાથી કચ્છમાં કોઇ પ્રકારનું નુકસાન થયું નથી પરંતુ  પરંતુ ભચાઉમાં જીઈબી કચેરી પાછળ રબારી વાસમાં છત તૂટી પડી હતી.  પોપડા ખરી પડયા હતા. આ સિવાય મોટી કોઇ નુકસાની અહીં નોંધાઇ નથી. રાજકોટ, સુરેન્દ્રગર, પાટણ અને કચ્છ જિલ્લાના ઉભા પટ્ટામાં આ આંચકાની અસર વધારે અનુભવાઇ હતી.

સૌરાષ્ટ્રમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે અને કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ પણ માણસો ઘરમાં જ રહેવા મજબૂર છે એવામાં આ જોરદાર ભૂકંપને લીધે ઘર બહાર દોડી જવાની નોબત આવી હતી.

રાત્રે અચાનક જ ધરા ધુ્રજી ઉઠી હતી અને ત્રણથી પાંચ સેકન્ડ સુધી કંપન અનુભવાયું હતું. રાજકોટ, જસદણ, આટકોટમાં મકાનો હલબલી ગયા હતા. જામનગર, ગોમટા, મોરબી, વાંકાનેર, વંથલી, જૂનાગઢમાં પણ ધરતીકંપથી ફફડીને હજારો માણસો શેરીઓ અને રસ્તા પર દોડી ગયા હતા. પોરબંદર, જામનગર, લીંબડી, સુરેન્દ્રનગરમાં વધુ એક શક્તિશાળી ભૂકંપથી ભય ફેલાઈ ગયો હતો.

ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે રાજ્યભરની હાઈરાઈઝ બિલ્ડિંગોમાં તો ત્રીજા-ચોથા માળથી ઉપરના તમામ મજલાઓમાં પલંગ, ટેબલ, ખુરશી રીતસરના હલબલી ગયા હતા અને ઈમારતમાં ડરાવનારી ધુ્રજારી ફરી વળી હતી.

માણસોએ સલામતી માટે નીચે ઉતરવા રીતસર દોટ મૂકી હતી. ભૂકંપને પગલે ઈન્ટરનેટ સેવા પણ થોડીવાર માટે ખોરવાઈ ગઈ હતી, તો સિસ્મોલોજી વિભાગની વેબસાઈટ્સ પણ હેંગ થઈ ગઈ હતી કેમ કે ડરના માર્યા અનેક લોકોએ સર્ચ કરવા માંડયું હતું. જો કે આંચકાનો સમયગાળો ઓછો હાવાથી કોઇ જાનહાનિ કે અન્ય નુકસાન થયા નથી.

બીજી બાજુ રાજકોટ જિલ્લો આૃર્થક્વેકનાં સૌથી ખતરનાક ઝોનમાં સમાવિસ્ટ નથી અને આજનો આંચકો એ માત્ર ટ્રેમર હતો તેવો દાવો કરતા નિષ્ણાંતો ઉમેરે છે કે છેલ્લે વર્ષ-2011-12માં ગુજરાતમાં 4.7 મેગ્નેટયુટની તિવ્રતા વાળો આંચકો આવ્યો હતો, જે પછી આઠ વર્ષે આ શક્તિશાળી આંચકો અનુભવાયો છે.

ભારતમાં વિવિધ સ્થળોએ ભૂકંપ અનુભવાયો

આજે  મણિપુરના ઇમ્ફાલ નજીક માતેજીયાંગ વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યે 1.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 8:35 કલાકે જમ્મુ કાશ્મીરના કટરામાં પણ 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત અરબ સાગરમાં ભારત અને આફ્રિકા વચ્ચેના વિસ્તારમાં પણ રાત્રે 9:32 કલાકે પાંચની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.

ભારત ઉપરાંત દુનિયાના અન્ય દેશોમાં ભૂકંપના આંચકા

ભારત ઉપરાંત આજે વિશ્વના વિવિધ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં આજે રાત્રે આવેલા ભૂકંપની એપિસેન્ટર કચ્છના ભચાઉ નજીક હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે કચ્છને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉપરાંત આ 30 જ મિનિટના સમયગાળામાં જાપાન, જમાઇકા, અમેરિકાના કેલિફોર્નિયા અને અલાસ્કા, ચિલી અને અલ્બેનિયા સહિતના દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અમદાવાદ શહેરમાં બહુમાળી ઇમારતોમાંથી લોકો નીચે દોડી ગયા

અમદાવાદમાં ભૂકંપનો આંચકો આવતાં જ બહુમાળી  ઇમારતોમાં રહેતાં લોકો નીચે દોડી ગયા હતા. બહુમાળી ઇમારતો અને સોસાયટીઓમાં રહેતા લોકો આસપાસના મેદાનોમાં જઇ ઉભા રહ્યા હતાં. અમદાવાદમાં આંચકો ચાર-પાંચ સેકન્ડ સુધી અનુભવાયો હોવાથી આ લોકો ઘણાં સમય સુધી ખૂલ્લાં મેદાનમાં જ રહ્યાં હતાં અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ઘરમાં ગયા હતા.

શહેરમાં કોરોનાના કહેરના કારણે મોટાભાગના લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે પરંતુ ભૂકંપ દરમિયાન આસપાસની બિલ્ડીંગો ધુ્રજતા જોઇ લોકો ફફડીને બહાર દોડી ગયા હતા. ભયના સમયે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નેવે મૂકી જીવ બચાવવા ખૂલ્લી જગ્યાઓ પર ટોળે વળ્યા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ ધમધમ્યાં

રૂપાણીએ કલેક્ટરો પાસેથી ભૂકંપની માહિતી મેળવી 

મુખ્યમંત્રી રૂપાણીએ જિલ્લા કલેક્ટર- સરકારીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપી 

અમદાવાદ, તા. 14 જૂન 2020, રવિવાર

 એક તરફ,ગુજરાતના લોકો કોરોનાના સંક્ટ સામે ઝઝૂમી રહ્યાં છે ત્યારે બીજી તરફ, રવિવારે રાત્રે આવેલાં ભૂકંપને લીધે ગુજરાતની ધરા ધુ્રજી ઉઠી હતી. જેથી લોકોમાં ગભરાટનો માહોલ છે.આ સંજોગોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ,રાજકોટ અને કચ્છ જિલ્લા કલેક્ટરો સાથે તાત્કાલિક વાતચીત કરીને ભૂકંપની જાણકારી મેળવી હતી.  કુદરત પણ જાણે માનવજાત પર રૂઠી છે.હજુ તો લોકો કોરોનાના સંકટ વચ્ચે ઘેરાયેલાં છે ત્યારે રવિવારે મોડી રાત્રે સાડા આઠ વાગે ગુજરાતની ધરા ધુ્રજી ઉઠી હતી.

ભૂકંપના આંચકા માત્ર શહેરોમાં જ નહીં, ગામડાઓમાં ય અનુભવાયા હતાં જેના કારણે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. અમદાવાદમાં પણ હાઇરાઇઝ બિલ્ડીગમાંથી લોકો નીચે દોડી આવ્યા હતાં.

ભૂકંપની ઘટના બાદ તરત જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમને કાર્યરત કરવા આદેશ આપ્યો હતો. એટલું જ નહીં,પાટણ,રાજકોટ અને કચ્છ જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને ભૂકંપને લીધે નાનુ મોટુ નુકશાન થયુ હોય તો તેની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ જિલ્લા કલેક્ટર ઉપરાંત સરકારી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી હતી. 

રવિવારે છ વખત ભૂકંપના આંચકા આવ્યા

કેટલા વાગે

કેટલી તીવ્રતાનો ભૂકંપ

એપીસેન્ટર

રાત્રે 12.28 વાગે    

1.2 તીવ્રતા

ભચાઉ,કચ્છ

સાંજે 7.16 વાગે

2.2 તીવ્રતા

ઉપલેટા-કચ્છ

રાત્રે 8.13 વાગે

5.3 તીવ્રતા

ભચાઉ-કચ્છ

રાત્રે 8.19 વાગે

3.1 તીવ્રતા

 રાપર-કચ્છ

રાત્રે 8.39 વાગે

2.9  તીવ્રતા

ભચાઉ-કચ્છ

રાત્રે 8.51 વાગે

2.2 તીવ્રતા

ભચાઉ-કચ્છ


તીવ્રતા 5.8, કેન્દ્રબિંદુ રાજકોટ નજીક હોવા સહિતની અફવાઓ

રાજકોટ, તા.14

ઉપરાઉપરી બે વખત ધરા ધુ્રજ્યાની અનુભૂતિ ઘણાંને થયા બાદ જોગાનુજોગ સોશ્યલ મીડિયામાં બે આંચકાના મેસેજ પણ વાયરલ બન્યા હતા. એક આંચકો 4.7 મેગ્નિટયૂડનો અને ભુચાઉ પાસે કેન્દ્રબિંદુવાળો હોવાનો તથા બીજો આંચકો 5.8 મેગ્નિટયૂડનો અને રાજકોટથી 122 કિલોમીટરે એપી સેન્ટર ધરાવતો હોવાના મેસેજ ફરી વળ્યા હતા.  જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ માત્ર આઈ.એસ.આર.ના સત્તાવાર મેસેજને જ સાચો ગણાવીને અન્ય વેબસાઈટ તથા એપના મેસેજને સમર્થન આપવા ઈનકાર કરી દીધો હતો.


Google NewsGoogle News