47% Gen Z માટે પગાર કરતા જોબ સેટિસ્ફેક્શન વધુ જરૂરી, માંડ બે વર્ષમાં નોકરી છોડવા તૈયાર

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
47% Gen Z માટે પગાર કરતા જોબ સેટિસ્ફેક્શન વધુ જરૂરી, માંડ બે વર્ષમાં નોકરી છોડવા તૈયાર 1 - image
Image Envato

Survey on Gen Z youth : ભારતીય યુવાનોમાં નોકરી પ્રત્યે નવી વિચારસરણી જોવા મળી રહી છે. તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે 47 ટકા જનરલ ઝેડ યુવાનો બે વર્ષ પછી નોકરી છોડી દે છે, જ્યારે એટલી સંખ્યા (46 ટકા) તેમની નોકરી કરતાં વર્ક-લાઇફ બેલેન્સને પ્રાથમિકતા આપે છે. 'જેન ઝેડ એટ વર્કપ્લેસ' નામનો આ રિપોર્ટ 5350 થી વધુ જનરેશન Z અને 500 એચઆર પ્રોફેશનલ્સના યુવાનોનો સર્વે તૈયાર કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટ જનરેશન Zના અલગ-અસદ પાસાઓના ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમ કે જનરલ Z યુવાનોની નોકરી બદલવાના કારણો, જોબ માર્કેટમાં એટ્રી સમયે તેમની સૌથી મોટી ચિંતા, માનસિક સ્વાસ્થ્ય અંગેની તેમની અપેક્ષાઓ અને કાર્ય પદ્ધતિ અંગેની ચિંતાઓ પર ઊંડાઈ પૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. 

51% યુવાનોને નોકરી ગુમાવવાનો ડર

એક બાજુ 46 ટકા જનરેશન Z યુવાનો બે વર્ષમાં નોકરી છોડવા તૈયાર છે, તો બીજી બાજુ 51 ટકા યુવાનોને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. આ ચિંતા તેમના કરિયર પર અસર કરે છે. કારણ કે 40 ટકા યુવાનો નોકરી મેળવ્યા પછી તેમના પસંદગીના ક્ષેત્રમાં પોસ્ટ જાળવી રાખવા માટે ચિંતામાં રહે છે.

પગાર કરતાં જોબનું સેટિસ્ફેક્શન વધુ જરૂરી

રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “77 ટકા યુવાનોએ વ્યાવસાયિક ક્ષેત્રે બ્રાન્ડ અને રોલને પ્રાથમિકતા આપ્યું છે. જેમાંથી 43 ટકા યુવાનો ખાસ કરીને અનુભવ અને ગ્રોથની તકો શોધી રહ્યા છે. જનરેશન Zના 72 ટકા યુવાનો પગાર કરતાં જોબન સેટિસ્ફેક્શન વધુ જરૂરી માને છે.  

78% કરિયર ગ્રોથ તો 71% વધુ સારા પગાર માટે બદલે છે નોકરી 

તો 78 ટકા જનરલ Z ના યુવાન કરિયર ગ્રોથ માટે નોકરી બદલવામાં વિશ્વા રાખે છે. જ્યારે 71 ટકા એચઆર પ્રોફેશનલ્સ યુવાનો માને છે કે, તે મુખ્યત્વે સારા પગાર માટે છે, જ્યારે નવી પેઢીના 25 ટકા લોકો નોકરી બદલતી વખતે મોટીવેશન કરતા પગારને વધુ મહત્વ આપે છે. તમને જણાવી દઈએ કે, જનરેશન Z સામાન્ય રીતે 1995 થી 2010 ની વચ્ચે જન્મેલા લોકોના સંદર્ભે છે.


Google NewsGoogle News