Get The App

અઠવાડિયામાં 70 વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેમાંથી 46 તો એક જ એકાઉન્ટથી અપાઈ

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
અઠવાડિયામાં 70 વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેમાંથી 46 તો એક જ એકાઉન્ટથી અપાઈ 1 - image


- અઠવાડિયાથી ભારતીય એરલાઈન્સને પરેશાન કરનાર

- શરૂઆતમાં માત્ર ભારતીય એરલાઈન્સને ટાર્ગેટ કર્યા પછી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સને પણ નિશાન બનાવાઈ

- એરલાઈન્સને પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિક્તા આપવા ગાઈડલાઈન્સનું સખ્તાઈથી પાલન કરવાની સૂચના અપાઈ

Bomb Threat To flight news | ભારતીય એરલાઈન્સ બોમ્બની બોગસ ધમકીઓની લહેર સામે ઝઝૂમી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં આશરે 70 આવી ધમકીઓ મળી હતી. લગભગ ૭૦ ટકા ધમકીઓનું પગેરુ એક જ અજાણ્યા સોશિયલ મીડિયા હેન્ડલ પર મળ્યું છે જેમાંથી બે દિવસમાં ૪૬ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ત્યાર પછી એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધો હતો. ભારતીય એજન્સીઓ ધમકીના મૂળમાં જવાનો પ્રયાસ કરી રહી છે. એરલાઈન્સને તહેવારના સમયે આવી ધમકીને કારણે ધમાચકડી સર્જાવાની ચિંતા સતાવી રહી છે.

અમેરિકી સામૂહિક શૂટરના નામ પરથી રાખવામાં આવેલા જ્રચગચસનચહડચ૧૧૧૧નામના આ એકાઉન્ટે શરૂઆતમાં એર ઈન્ડિયા, ઈન્ડિગો, વિસ્તારા, આકાસા એર, એલાયન્સ એર, સ્પાઈસ જેટ અને સ્ટાર એર સહિત અનેક ભારતીય કેરીયરોને ધમકી આપી હતી. ત્યાર પછી તેણે  આવી ધમકીઓ અમેરિકન એરલાઈન્સ, જેટ બ્લ્યુ અને એર ન્યુ ઝીલેન્ડ જેવા આંતરરાષ્ટ્રીય કેરીયરો સુધી પણ વિસ્તારી હતી. 

આ ધમકીઓમાં વિશિષ્ટ પેટર્નનું પાલન કરાયું હતું. તમામ ધમકીઓમાં સમાન સંદેશા હતા. 'તમારા પાંચ વિમાનોમાં બોમ્બ મુકાયો છે, કોઈપણ જીવતું નહિ બચે, વિમાનને તુરંત ખાલી કરાવો.'  ધમકીઓ મળી ત્યારે કેટલાક વિમાનો તો ઉડાણ ભરી ચુક્યા હતા જ્યારે કેટલાકે તો લેન્ડિંગ પણ કરી લીધુ હતું. આ ધમકીઓ બોગસ હોવા છતાં એવિયેશન ક્ષેત્રમાં ચિંતા અને ધમાચકડીનું વાતાવરણ સર્જાયું હતું. 

આ સોશિયલ મીડિયા હેન્ડલે શુક્રવારે રાત્રે બાર ધમકીઓ અને શનિવારે ૩૪ ધમકીઓ જારી કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ત્યાર પછી ધમકી આપનારા એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધો હતો.

પરિસ્થિતિ ચિંતાજનક બનતા બ્યુરો ઓફ સિવિલ એવિયેશન સેક્યુરિટી (બીસીએએસ)એ શનિવારે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમણે એરલાઈન્સને સતર્ક રહેવાની તેમજ પ્રવાસીઓની સલામતિ સુનિશ્ચિત કરવા સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવાની તાકીદ કરી હતી.

તમામ એરલાઈન્સના પ્રતિનિધિઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે તહેવારોની સીઝનમાં આવી ધમકી પ્રવાસીઓમાં ગભરાટનું વાતાવરણ સર્જી શકે અને એરપોર્ટ પર ધમાચકડી પણ સર્જાઈ શકે છે.

બીસીએએસના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસને મીચિંગની આગેવાની લઈને ધમકીઓ વચ્ચે સુરક્ષા ગાઈડલાઈન્સના પાલનના મહત્વ પર ભાર મુક્યો હતો. હાલ એવિયેશન ઉદ્યોગ હાઈ એલર્ટ પર છે અને આવા વિક્ષેપ વચ્ચે સૌથી વધુ પ્રાથમિક્તા પ્રવાસીઓની સુરક્ષાને આપવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે ધમકી આપનાર એકાઉન્ટ વિશે પૂરતી તપાસ કરવામાં આવશે.


Google NewsGoogle News