Get The App

માત્ર એક નિવૃત્ત IAS ઓફિસરની અવર-જવર માટે 450 હેલિપેડ, પૂર્વ CMના ગણાય છે રાઈટ હેન્ડ!

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
માત્ર એક નિવૃત્ત IAS ઓફિસરની અવર-જવર માટે 450 હેલિપેડ, પૂર્વ CMના ગણાય છે રાઈટ હેન્ડ! 1 - image


VK Pandian Helicpoter Rides: ઓડિશામાં એક સમય હતો જ્યારે વીકે પાંડિયનને નવીન પટનાયકનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. પરંતુ ચૂંટણી પરિણામે તમામ સમીકરણ બદલી નાખ્યા. ઓડિશામાં બીજેડીની કારમી હાર થઈ અને નવીન પટનાયકને ખુરશી છોડવી પડી. વીકે પાંડિયન નવીન પટનાયકના રાઈટ હેન્ડ ગણાય છે. પરંતુ હવે સમય સાથે બધું બદલાઈ ગયું છે. VRS લઈને રાજનીતિમાં પ્રવેશેલા પૂર્વ IAS વીકે પાંડિયન હવે મુશ્કેલીમાં ફસાયેલા નજર આવી રહ્યા છે. નવીન પટનાયકના રાઈટ હેન્ડ ગણાતા વીકે પાંડિયન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેઓ હેલિકોપ્ટર અને હેલિપેડના ઉપયોગને લઈને નિશાના હેઠળ આવી ગયા છે. હવે તેમની સામે તપાસ શરૂ થઈ ગઈ છે. 

પહેલા તો ઓડિશાના વાણિજ્ય અને પરિવહન મંત્રી બિભૂતિ ભૂષણ જેનાએ વીકે પાંડિયાનની હોલિકોપ્ટર યાત્રાઓની તપાસની વાત કરી હતી. અને હવે કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને રવિવારે કહ્યું કે, સરકાર એ વાતની તપાસ કરશે કે, નોકરશાહથી રાજનેતા બનેલા પાંડિયાનના હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે 450 હેલિપેડ કેવી રીતે બનાવવામાં આવ્યા? તમને જણાવી દઈએ કે, વીકે પાંડિયન તે સમયે નવીન પટનાયક સરકારમાં સચિવ હતા. 

કઈ વાતની થશે તપાસ

એક અહેવાલ પ્રમાણે કાયદા મંત્રી હરિચંદને કહ્યું કે, અમે તપાસ કરીશું કે, હેલિકોપ્ટરની સવારીનો ખર્ચ કોણે ઉઠાવ્યો. આ મામલે સ્પષ્ટતા આવી જોઈએ. તેની સંપૂર્ણ તપાસ જરૂરી છે. સરકારી સ્તરે જ્યાં-જ્યાં હેલિકોપ્ટર લેન્ડ થયા ત્યાં હેલિપેડ બનાવવામાં આવ્યા હતા અને તેના માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાંડિયાને 400-450 સ્થળોની મુલાકાત લીધી હતી. એ સ્પષ્ટ નથી કે આ માટે કોણે અને કેવી રીતે મંજૂરી આપી? એક વિભાગના સચિવને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાનો અધિકાર નથી હોતો, તો પછી આ મંજૂરી કેવી રીતે મળી?

મંત્રીએ શું ખુલાસો કર્યો?

મંત્રી હરિચંદને વધુમાં કહ્યું કે, ભાજપ સરકાર આ તપાસમાં તમામ બાબત સામેલ કરશે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય સજા અંગે વિચારણા કરીશું. હકીકતમાં બીજેડી એટલે કે બીજુ જનતા દળની સરકારમાં ગત વર્ષે ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર વચ્ચે નવીન પટનાયકના નજીકના સહયોગી પાંડિયને લોકો સાથે મુલાકાત કરવા અને તેમનો અભિપ્રાય લેવા માટે હેલિકોપ્ટરની સવારી લીધી હતી. મંત્રીએ કહ્યું કે, તેનો ખર્ચ કોણે ઉઠાવ્યો તેની તપાસ કરીશું. તમને જણાવી દઈએ કે, ભાજપ સરકાર દરમિયાન પાંડિયને ગત વર્ષે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર સુધી જનતા સાથે મુલાકાત કરવા માટે હેલિકોપ્ટરની સવારી કરી હતી.

પાંડિયન મુશ્કેલીમાં ફસાયા

આ પહેલા પાંડિયન વિરુદ્ધ RTI કાર્યકર્તાઓના એક જૂથે ઓડિશા માહિતી અધિકાર અભિયાને 24 જુલાઈના રોજ પ્રદર્શન કર્યું હતું. તેમનો આરોપ છે કે, પાંડિયને હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ ફ્લાઈટ્સનો દુરુપયોગ કર્યો છે. પાંડિયને ઓક્ટોબરમાં IASમાંથી વીઆરએસ લીધું હતું અને બીજા જ મહિને બીજેડીમાં સામેલ થઈ ગયા હતા. તેમણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. બીજેડીએ મંત્રીઓ દ્વારા હેલિકોપ્ટર ટ્રિપની તપાસની માંગ પરના આરોપોને નકારી કાઢ્યા છે. 


Google NewsGoogle News