43 ગેંગસ્ટર્સ-આતંકવાદીઓના ફોટા જાહેર કરાયા, NIA મોટા એક્શનની તૈયારીમાં, લોકો પાસે માંગી માહિતી

43 કુખ્યાત ગુનેગારોના ફોટો જાહેર કરવામાં આવ્યા

આ ગેંગસ્ટર્સની પ્રોપર્ટી, વેપાર સહિત કોઈ પણ ડિટેઈલ્સ જો કોઈ વ્યક્તિ પાસે હોય તો તેઓ NIAને શેર કરે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
43 ગેંગસ્ટર્સ-આતંકવાદીઓના ફોટા જાહેર કરાયા, NIA મોટા એક્શનની તૈયારીમાં, લોકો પાસે માંગી માહિતી 1 - image

દેશમાં આતંકવાદીઓ અને કુખ્યાત ગુનેગારો પર સતત થઈ રહેલી કાર્યવાહી વચ્ચે તપાસ એજન્સી NIAએ વધુ એક આકરું પગલું ભર્યું છે. 43 કુખ્યાત ગુનેગારોના ફોટો જાહેર કરવામાં આવ્યા છે. તેની સાથે જ અપીલ કરવામાં આવી છે કે, આ ગેંગસ્ટર્સની પ્રોપર્ટી, વેપાર સહિત કોઈ પણ ડિટેઈલ્સ જો કોઈ વ્યક્તિ પાસે હોય તો તેઓ NIAને શેર કરે. જોકે, જે ગુનેગારોની યાદી જાહેર કરવામાં આવી છે, તેમાંથી અનેક ભારતની જેલમાં બંધ છે તો કેટલાક ભારતથી ફરાર થઈને વિદેશથી ભારતમાં આતંક ફેલાવી રહ્યા છે.

જણાવી દઈએ કે, NIA ગુનેગારો પર સકંજો કસવા સમય સમય પર કાર્યવાહી કરી રહી છે. આ તબક્કામાં ભારતની જેલોમાં બંધ કેટલાક ગુનેગારોની જેલ પણ બદલવાની માંગ કરી હતી. ત્યારે, ગેંગવોર, વસૂલી અને અન્ય ગુનાઓની સંગઠિત સંપત્તિઓ સીઝ કરીને બદમાશો સામે કાર્યવાહી કરાઈ ચૂકી છે. હવે આ તબક્કામાં તપાસ એજન્સી લોકો પાસેથી 43 ગુનેગારોની સંપત્તિની માહિતી એકઠી કરી રહી છે, જેથી તેના પર પણ આગળ કાર્યવાહી કરી શકાય....

43 ગેંગસ્ટર્સ-આતંકવાદીઓના ફોટા જાહેર કરાયા, NIA મોટા એક્શનની તૈયારીમાં, લોકો પાસે માંગી માહિતી 2 - image

43 ગેંગસ્ટર્સ-આતંકવાદીઓના ફોટા જાહેર કરાયા, NIA મોટા એક્શનની તૈયારીમાં, લોકો પાસે માંગી માહિતી 3 - image

43 ગેંગસ્ટર્સ-આતંકવાદીઓના ફોટા જાહેર કરાયા, NIA મોટા એક્શનની તૈયારીમાં, લોકો પાસે માંગી માહિતી 4 - image

43 ગેંગસ્ટર્સ-આતંકવાદીઓના ફોટા જાહેર કરાયા, NIA મોટા એક્શનની તૈયારીમાં, લોકો પાસે માંગી માહિતી 5 - image

43 ગેંગસ્ટર્સ-આતંકવાદીઓના ફોટા જાહેર કરાયા, NIA મોટા એક્શનની તૈયારીમાં, લોકો પાસે માંગી માહિતી 6 - image

43 બદમાશોની યાદી

NIA દ્વારા 43 ગુનેગારોની યાદી જાહેર કરી છે. જેમાં અર્શદીપ ડાલા, લખબીરસિંહ લાંડા, ગોલ્ડી બરાડ, લોરેન્સ બિશ્નોઈ (ગુજરાતની જેલમાં બંધ છે), જસદીપસિંહ ઉર્ફ જગ્ગૂ ભગવાનપુરિયા(પંજાબની જેલમાં બંધ છે), અનમોલ બિશ્નોઈ, કાલા જઠેઠી, વિરેન્દ્ર પ્રદાપ ઉર્ફ કાલા રાણા, જોગિંદર સિંહ, રાજેશ કુમાર ઉર્ફ રાજૂ મોટા, રાજ કુમાર ઉર્ફ રાજૂ બસૂડી, અનિલ ચિપ્પી, મોહમ્મદ સહબાજ અંસારી, સચિન થાપન બિશ્નોઈ, વિક્રાંત સિંહ ઉર્ફ વિક્રમ બરાડ, દરમનસિંહ ઉર્ફ દરમનજોત કહલોન, સુરેન્દ્ર સિંહ ઉર્ફ ચીકૂ, દલીપ કુમાર ઉર્ફ ભોલા, પ્રવીણ વાધવા ઉર્ફ પ્રિન્સ, યુદ્ધવીર સિંહ, વિકાસ સિંહ, ગૌરવ પટયલ ઉર્ફ સૌરવ ઠાકુર, સુખપ્રીત સિંહ ઉર્ફ બુદ્ધા, અમિત ડાગર, કૌશલ ચૌધરી, આસિફ ખાન, નવીન ડબાસ ઉર્ફ નવીન બાલી, છોટૂ રામ ઉર્ફ ભટ, જગશીર સિંહ ઉર્ફ જગ્ગી, સુનીલ બાલિયાન ઉર્ફ ટિલ્લૂ તાજપુરિયા, દલેર સિંહ, દિનેશ શર્મા, મનપ્રીત સિંહ પીટા, હરિઓમ ઉર્ફ ટીટૂ, હરપ્રીત, સખબીર સિંહ, ઇરફાન ઉર્ફ ચીનૂ પહેલવાન, સન્ની ડાગર, ભૂપેન્દ્ર સિંહ ઉર્ફ ભૂપી રાણા, સંદીપ ઉર્ફ બંદર, સુખદોલ સિંહ, ગુરપિંદર સિંહ અને નીરજ ઉર્ફ પંડિત નામના આરોપીઓની યાદી જાહેર કરાઈ છે.



Google NewsGoogle News