સુરંગમાં ફસાયેલા ૪૧ શ્રમિકોને બચાવી લેવાયા, ૪૦૦ કલાકની મહેનત અને રેટ હોલ માઇનર્સેની કમાલ

રેટ હોલ માઇનર્સ સુરંગ વચ્ચે કલાકો સુધી ખોદકામ કરતા રહયા

ઓગર મશીન ખોટકાતા મેન્યૂઅલ ખોદકામ કરીને શ્રમિકો સુધી પહોંચ્યા

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
સુરંગમાં ફસાયેલા ૪૧ શ્રમિકોને બચાવી લેવાયા, ૪૦૦ કલાકની મહેનત અને રેટ હોલ માઇનર્સેની કમાલ 1 - image


નવી દિલ્હી,૨૮ નવેમ્બર,૨૦૨૩,મંગળવાર 

૧૨ નવેમ્બરના રોજ  ઉત્તરાખંડના ઉત્તરરાશીમાં  સિલ્કયારા ખાતે નિર્માણાધીન સુરંગમાં માટી ધસી પડતા ૪૧ મજૂરો ફસાઇ ગયા હતા. દેશ અને દુનિયામાં દિવાળી મહોત્સવ ઉજવાઇ રહયો હતો ત્યારે ટનલમાં ફસાયેલા મજૂરો જીવન અને મોત સામે લડવા મજબૂર બન્યા હતા. આ ઘટનાના ૧૬ દિવસ પછી પણ શ્રમિકોને બચાવવાનું રેસ્કયૂ ઓપરેશન સફળ થયું છે. ૪૧ શ્રમિકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. શ્રમિકો બહાર નિકળવાનો માર્ગ મોકળો થતા ભાવુક દ્વષ્યો સર્જાયા હતા. રેસ્કયૂ ઓપરેશન સફળ બનાવવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી હતી. 

ઓસ્ટ્રેલિયાના  માઇક્રો  ટનલિંગ એક્સપર્ટ અનોર્લ્ડ ડિકસને ભારત સરકાર રેસ્કયૂ અભિયાનમાં સલાહકાર તરીકે બોલાવ્યા હતા. રેસ્કયૂ ઓપરેશન દરમિયાન અનેક ચડાવ ઉતાર આવ્યા હતા. ઓગર મશીનથી ઓગર મશીનથી ડ્રીલ કરીને શ્રમિકો સુધી પહોંચવાનો રસ્તો તૈયાર કરવા પ્રયાસ થયો પરંતુ ઓગર મશીન ખોટકાઇ જતા મેન્યૂઅલ ખોદકામ કરીને સુરંગમાં ફસાયેલા માણસો સુધી પહોંચવાનું નકકી કરવામાં આવ્યું હતું.

સુરંગમાં ફસાયેલા ૪૧ શ્રમિકોને બચાવી લેવાયા, ૪૦૦ કલાકની મહેનત અને રેટ હોલ માઇનર્સેની કમાલ 2 - image

સુરંગમાં ૫૮ મીટર જેટલું ખોદકામ કર્યા પછી સલામતીના પાસાઓનો વિચાર કરીને બચાવકર્મીઓ ધીમી તેમજ મકકમ ગતિએ આગળ વધ્યા હતા.  તમામ પાસાઓનો વિચાર કરીને ખૂબજ સાવધાનીથી રેસ્કયૂ ઓપરેશન ચલાવાયું હતું.  મજૂરોને નવજીવન આપવા માટે ૬ જેટલા રેટ હોલ માઇનર્સની પણ મદદ લેવામાં આવી હતી.  નામ પરથી જ આ નિષ્ણાતો ઉંદરની જેમ સુરંગ ખોદવામાં નિપૂણ હોય છે. આ રેટ હોલ માઇનર્સ જીવને જોખમમાં મુકીને પણ ખોદકામ કરીને આગળ વધતા રહે છે.

ઉત્તરકાશીના સુરંગ રેસ્કયૂ ઓપરેશનમાં રેટ માઇનર્સની કામગીરીના વખાણ થઇ રહયા છે પરંતુ તેમની જીંદગી ખૂબજ દોજખ ભરેલી હોય છે. સુરંગોની વચ્ચે કલાકો સુધી બેસીને ખોદકામ કરતા રહે છે. ભારતમાં કોલસાની ખાણોમાં અનેક રેટ માઇનર્સ કામ કરતા હોય છે તેમના મોત પણ થતા હોય છે. તેઓ સાહસિક પરંતુ ગરીબ હોવાથી તેમને સામાજિક સુરક્ષા મળતી નથી. અક્સ્માતમાં મુત્યુ થાય તો પરિવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બની જાય છે. બચાવ ટીમે સાથી ડિકસને કલાકો સુધી મહેનત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટનલિંગ એકસપર્ટસે પણ  આને સૌથી અઘરુ સુરંગ બચાવ અભિયાન ગણાવ્યું હતું.


Google NewsGoogle News