Get The App

૪૦૦૦ ખુંખાર કેદીઓ જેલમાંથી ભાગ્યા, સરકારે જાહેર કરી ઇમરજન્સી

સરકારે તમામ કેદીઓને પકડવાનો આદેશ આપ્યો છે

કેદીઓમાં હૈતીની કુખ્યાત ગેંગોના સભ્યોનો પણ સમાવેશ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
૪૦૦૦ ખુંખાર કેદીઓ જેલમાંથી ભાગ્યા, સરકારે જાહેર કરી ઇમરજન્સી 1 - image


હૈતી,૪ માર્ચ,૨૦૨૪,સોમવાર 

કેરિબિયન દેશ હૈતીમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે. ગત રવિવારે હિંસક પ્રદર્શન થતા જેલમાં રહેલા ૪ હજાર કેદીઓ ભાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળે છે. જેલમાંથી નાસી છુટેલા કેદીઓમાં હત્યા અને અપહરણ જેવા ગંભીર ગુનાના અપરાધીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હૈતી સરકારે સમગ્ર દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઇમરજન્સી ૭૨ કલાક સુધી ચાલશે. સરકારે તમામ કેદીઓને પકડવાનો આદેશ આપ્યો છે. કેદીઓમાં હૈતીની કુખ્યાત ગેેંગોના સભ્યોનો પણ સમાવેશ થતો હોવાથી ભય ફેલાયો છે.હૈતીમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનોમાં રહેણાંક તથા કોમર્શિયલ વિસ્તારોમાં તોડફોડ થઇ રહી છે. આ હિંસા દરમિયાન જ એક સશસ્ત્ર ગુ્રપે બે મોટી જેલો પર હુમલો કર્યો હતો. હુમલો થવાની સાથે જ મોકો જોઇને કેદીઓ ભાગવા લાગ્યા હતા.

૪૦૦૦ ખુંખાર કેદીઓ જેલમાંથી ભાગ્યા, સરકારે જાહેર કરી ઇમરજન્સી 2 - image

હૈતીના કાર્યવાહક વડાપ્રધાન પેટ્રિક બાયોવર્ટે  કડક હાથે પગલા ભરવાની સ્થાનિક ફોર્સને સુચના આપી છે. હૈતીના  એરિયલ હેનરી બીજા દેશોની મદદ અને યુએનનું સમર્થન મેળવવા વિદેશયાત્રા પર છે. પૂર્વ પોલીસ અધિકારીઓ જિમી ચેરિજિયર ગેંગ હેનરીને સત્તા પરથી હટાવવા ઇચ્છે છે.આ ગેંગ સરકારી સંસ્થાનો પર હુમલા કરવા માટે જાણીતું છે.

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર જેલ ઉપર ગેંગ હુમલો  કર્યો ત્યારે કોઇ અધિકારી હાજર ન હતો. જેલના તમામ દરવાજા ખુલ્લા હતા અને કરજ પરના કર્મચારીઓ પણ ગાયબ હતા. હૈતી સરકારનું માનવું છે કે પોલીસકર્મીઓએ તોફાનીઓને અટકાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ  સફળતા મળી ન હતી. હુમલામાં અનેક કેદીઓના મોત થાય છે. જેલ પ્રાંગણમાં કેદીઓના મૃતદેહો પડયા છે.


Google NewsGoogle News