Get The App

ઇસ્તંબુલ ઍરપૉર્ટ પર ફસાયા સેંકડો ભારતીયો, જમવાનું પણ ન આપતાં એરલાઇન્સ પર બગડ્યા

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
ઇસ્તંબુલ ઍરપૉર્ટ પર ફસાયા સેંકડો ભારતીયો, જમવાનું પણ ન આપતાં એરલાઇન્સ પર બગડ્યા 1 - image


Indigo Negligence: તૂર્કિયેથી મુંબઈની મુસાફરી કરનાર સેંકડો વિમાન મુસાફરોને ગુરુવારે (12 ડિસેમ્બર) મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 400 ઇન્ડિગો મુસાફરો કથિત રીતે ઇસ્તંબુલ ઍરપૉર્ટ પર 24 કલાક સુધી ફસાયેલા રહ્યા હતા. એક મુસાફરના સવાલના જવાબમાં એરલાઇન્સે કહ્યું કે, સંચાલનના કારણે ઉડાનમાં મોડું થયું હતું. 

સોશિયલ મીડિયા પર મુસાફરોએ ઇન્ડિગોનો લીધો ઉધડો

અમુક ઇન્ડિગો મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ અને લિંક્ડઇન પર દાવો કર્યો કે, પહેલાં ફ્લાઇટમાં મોડું થવાની વાત કહેવામાં આવી અને બાદમાં સૂચના મળી કે, તેને રદ કરી દેવામાં આવી છે. મુસાફરોમંથી એક અનુશ્રી ભંસાલીએ કહ્યું કે, ઉડાનમાં બે વાર એક-એક કલાકનું મોડું થયું અને બાદમાં તેને રદ કરી દેવામાં આવી, અંતે 12 કલાક બાદ ફરી નવો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો. 

આ પણ વાંચોઃ ધનખડે પોતાને ખેડૂતનો દીકરો ગણાવતાં ખડગેએ કહ્યું- હું શ્રમિકનો દીકરો; હોબાળા વચ્ચે રાજ્યસભા સ્થગિત

ભોજનની પણ વ્યવસ્થા નહતી

અમુક મુસાફરોએ કહ્યું કે, ફ્લાઇટ મોડી થયા બાદ ઈન્ડિગો દ્વારા કોઈ આવાસ કે ફૂડ વાઉચર પણ આપવામાં આવ્યું નહતું. ત્યાં સુધી કે, ઍરપૉર્ટ પર ઇન્ડિગોના પ્રતિનિધિએ તેમને સંપર્ક પણ નહતો કર્યો.

એક અન્ય મુસાફર રોહન રાજાએ કહ્યું કે, દિલ્હીથી સવારે 6 વાગ્યે 40 મિનિટ પર ચાલનારી ફ્લાઇટ રદ થયા બાદ, લોકોને ખૂબ જ ઠંડીનો સામનો કરવો પડ્યો. કારણકે, એરલાઇને જે આવાસ તેમને આપ્યા હતા ત્યાં સુધી જવા માટે કોઈ વાહન ઉપલબ્ધ કરવામાં નહતું આવ્યું. 

આ પણ વાંચોઃ વન નેશન-વન ઈલેક્શન કાયદો બની જાય તો પણ 2029માં એકસાથે ચૂંટણી શક્ય નથી, જાણો કેમ?

ઈન્ડિગોએ નહોતી આપી સૂચના

મુંબઈ જવાની રાહ જોઈ રહેલા પાર્શ્વ મહેતાએ લખ્યું કે, રાત્રે 8 વાગ્યાની ફ્લાઇટને રાત્રે 11 વાગ્યા સુધી ટાળી દીધી હતી અને બાદમાં બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી ટાળી દીધી. આ સિવાય, ઇન્ડિગોની તરફથી કોઈ ઘોષણા ન કરાઈ અને તૂર્કિયે એરલાઇન્સ ક્રૂની સૂચના મળ્યા બાદ લોકોમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ. 


Google NewsGoogle News