યોગી સરકારનો છબરડો : 40 કુંવારી છોકરીઓને ગર્ભવતી બતાવી દીધી, મંત્રાલયે મેસેજ પણ કરી દીધાં
UP Varanasi News: ઉત્તર પ્રદેશના વારાણસીના મલહિયા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયે ચાલીસ અપરણીત યુવતીઓને ગર્ભવતી જાહેર કરી દેવામાં આવી હતી. આ તમામ યુવતીઓની ગર્ભવતી તરીકે નોંધણી કરીને પોષણ ટ્રેકરમાં સામેલ કરી દેવાઇ હતી.
મંત્રાલય તરફથી ગામની યુવતીઓને મેસેજ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે શુભકામના, તમારા બાળકનું પોષણ ટ્રેકરમાં સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે અને તમે આંગણવાડી કેન્દ્ર તરફથી વિવિધ સેવાઓ જેમ કે સ્તનપાન અંગે માર્ગદર્શન, વૃદ્ધિમાપ, ટીપા લેવા વગેરે અંગેની માહિતી મળી શકેશે.
જ્યારે આ પ્રકારના ગર્ભવતી હોવાના મેસેજ યુવતીઓના મોબાઈલ પર આવ્યા તો યુવતીઓની સાથે તેમના પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. બાદમાં સરપંચની મદદથી મુખ્ય વિકાસ અધિકારી (સીડીઓ) સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આંગણવાડી કાર્યકર્તાની ભૂલને કારણે આ સંદેશો લગભગ 40 યુવતીઓ સુધી પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ મહેન્દ્રસિંહ મેવાડનું 83 વર્ષની વયે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
CDO એ તપાસના આદેશ આપ્યા
સીડીઓ હિમાંશુ નાગપાલે આ ઘટનાને માનવીય ચૂકના કારણે થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે તાપાસના તેમજ દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા છે. સીડીઓએ આ ખોટા રજિસ્ટ્રેશનના નામે પુષ્ટાહારનો ભંડારનો બારોબાર વહીવટ થયો છે કે, નહીં તેની તપાસ હાથ ધરી છે.
કેવી રીતે બની ઘટના?
CDO ના જણાવ્યા પ્રમાણે, આંગણવાડી કાર્યકર ગર્ભવતી અને નાના બાળકોના પુષ્ટાહાર વિત્તરણની સાથે બીએલઓનું કામ કરી રહી હતી. એક સાથે બંને કામ કરતી વખતે ભૂલથી 18 વર્ષથી વધુ વયની યુવતીઓના વોટર આઈ કાર્ડ માટેના ફોર્મ મિક્સ થઈ જતાં તેને ગર્ભવતી રૂપે પોર્ટલ પર રજિસ્ટર્ડ કરી દીધા હતા.