ભારતમાં વધુ એક રાજ્યમાં જળસંકટ, એપ્રિલમાં જ 40 નદીઓ સૂકાઈ, પીવાના પાણીની સમસ્યા વકરી

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
ભારતમાં વધુ એક રાજ્યમાં જળસંકટ, એપ્રિલમાં જ 40 નદીઓ સૂકાઈ, પીવાના પાણીની સમસ્યા વકરી 1 - image

Bihar Water Crisis : દેશના ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ શરૂ થવાની પાણી પાણીનો પોકાર પણ શરૂ થઈ ગયો છે. આ સાથે નદીઓ સુકાવાનો સિલસિલો પણ શરુ થઈ ગયો છે. હજુ તો ગરમીની માત્ર શરૂઆત થઈ છે, તે પહેલા ઘણી જગ્યાઓ પર પાણી અછતના અહેવાલો સામે આવવાના શરૂ થઈ ગયા છે, ત્યારે બિહાર પણ ભારે જળસંકટ શરૂઆત થઈ ગઈ છે. 

બિહારમાં 40 નદીઓ સૂકાતા પાણની અછત

મળતા અહેવાલો મુજબ બિહારમાં પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ 40 નદીઓ સુકાઈ ગઈ છે. જ્યારે ઘણા જિલ્લાઓમાં પાણીનું જળસ્તર 50 ફુટ નીચે પહોંચી ગયું છે, જેના કારણે રાજ્યની પ્રજા પીવાના પાણીની અછતનો સામનો કરી રહી છે. અહીં કેટલીક નદીઓમાં થોડું ગણું પાણી છે, પરંતુ તેનું વહેણ આગળ વધી રહ્યું નથી અને ઘણી નદીઓ એવી છે, જેમાં ઝડપતી પાણી ખતમ થઈ રહ્યું છે.

અગાઉ મે મહિનામાં પાણી અછત સર્જાતી હતી

સામાન્ય રીતે ડિસેમ્બર બાદ નદીઓમાં પાણીનું જળસ્તર ઘટવા લાગે છે અને ફેબ્રુઆરીમાં સુકાવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. અગાઉ મે મહિનામાં પાણીની અછત સર્જાતી હતી. જ્યારે 50-60ના દાયકામાં પાણી ઘટતું હતું, પરંતુ અછત સર્જાતી ન હતી. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો રાજ્યના 8 જિલ્લામાં 24 પંચાયતોમાં અડધોઅડધ પાણી ઘટી ગયું છે. 

‘નદીઓ સુકાઈ રહી નથી, પરંતુ ખતમ થઈ રહી છે’

નદી અને જળ નિષ્ણાંત આર.કે.સિન્હાએ કહ્યું કે, નદીઓ સુકાઈ રહી નથી, પરંતુ ખતમ થઈ રહી છે અને આપણે તેની ચિંતા કરતા નથી. આપણે પોતે નદીઓનું સંકટ ઊભું કર્યું છે. આપણે પોતે જ ભૂગર્ભજળનો વધુ પડતો ઉપયોગ કરી જળસ્ત્રોત ઘટાડી પૃષ્ટભૂમિનું નિર્માણ કર્યું છે. નદીઓના પાણીના સ્તરને જાળવી રાખવા માટે વપરાતી વેટલેન્ડ્સ પણ અદૃશ્ય થઈ રહ્યા છે.


Google NewsGoogle News