સરકારે દવા સપ્લાય અટકાવતા 15 કમાંડર સહિત 40ના નક્સલીનાં મોત
નક્સલીઓની સપ્લાય ચેન તોડવાની નવી રણનીતિ
સારવાર ન મળતા માર્યા ગયેલા નક્સલીઓમાં 15 જેટલા કમાંડરોનો પણ સમાવેશ : છત્તીસગઢના ડીજીપી
દંતેવાડા : એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે નક્સલીઓને મળનારી દવાઓને વચ્ચે જ અટકાવી દેવામાં આવી રહી છે. જેને પગલે આ દવાઓ ન પહોંચવાથી ડઝનથી વધુ કમાંડરો સહિત 40 નક્સલીઓના મોત નિપજ્યા હતા.
નક્સલીઓ સામે છત્તીસગઢના જંગલોમાં ચાલી રહેલા ઓપરેશનના ભાગરૂપે નક્સલીઓની સપ્લાય ચેન તોડવામાં આવી રહી છે. માર્યા ગયેલા નક્સલીઓમાં કેટલાકને કોરોના હોવાના પણ અહેવાલો છે.
છત્તીસગઢના કાંકેરમાં રોડ બનાવતા એક કોન્ટ્રાક્ટરના પ્લાંટમાંથી મળેલા દસ્તાવેજોના આધારે અનેક મહત્વપૂર્ણ જાણકારી મળી આવી છે. જેને પગલે નવી રણનીતિ નક્સલીઓ સામે ઘડવામાં આવી છે.
અગાઉથી જ સતર્કતાને કારણે નક્સલીઓ સુધી પહોંચી રહેલી દવા સપ્લાયની ચેનને તોડી નાખવામાં આવી હતી. જેને પગલે નક્સલીઓમાં બિમારીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે.
ડીજીપી અશોક જુનેજાએ દાવો કર્યો હતો કે દવાની સપ્લાય ચેન તુટવાથી આશરે 40 જેટલા નક્સલીઓની સારવાર નહોતી થઇ ખતી જેથી તેમના મોત નિપજ્યા હતા. માર્યા ગયેલા નક્સલીઓમાં ડઝનથી વધુ કમાંડર સ્તરના પણ સામેલ છે.
ડીજીપી જુનેજાના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં અનેક નક્સલીઓ કોરોનાની લપેટમાં પણ આવી ગયા હતા. ઓપરેશન દરિયાાન પત્ર મળ્યા જેમાં આ ખુલાસો થયો હતો. સુકમા, બીજાપુર અને દંતેવાડામાં સક્રિય નક્સલીઓ પર આંધ્રથી આવેલા કોરોના વેરિઅન્ટની અસર જોવા મળી રહી છે.