Get The App

દિલ્હીની 40 શાળાઓને બોમ્બની ધમકીથી હડકંપ: વિદ્યાર્થીઓને પરત મોકલી તપાસ શરૂ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
દિલ્હીની 40 શાળાઓને બોમ્બની ધમકીથી હડકંપ: વિદ્યાર્થીઓને પરત મોકલી તપાસ શરૂ 1 - image


Bomb Threat To Delhi Schools: દિલ્હીમાં આજે (નવમી ડિસેમ્બર) વહેલી સવારે એક બાદ એક 40થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો હતો. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સવારે શાળાએ આવતા તમામ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

પોલીસની ટીમ શાળાઓએ પહોંચી 

અહેવાલો અનુસાર, ફાયર વિભાગ તથા પોલીસની ટીમ શાળાઓમાં પહોંચી ગઈ છે અને પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વિસ્ફોટકની કોઈ પુષ્ટિ મળી નથી. આવા ધમકીભર્યા ઈમેલ કોણ કરી રહ્યું છે તેને લઈને પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે જે ઈમેલ મોકલનારાએ 30 હજાર ડોલરની માંગ પણ કરી હતી.

અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી છે

દિલ્હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હોવાના એક મહિના કરતાં વધુ સમય પછી આ તાજેતરની ઘટના બની છે. તામિલનાડુની એક CRPF શાળાને 21મી ઓક્ટોબરની રાત્રે ધમકી મળી હતી, ત્યારબાદ દેશની તમામ સંલગ્ન શાળાઓને એલર્ટ કરવામાં આવી હતી. જો કે આ ધમકી પોકળ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: મણિપુરમાં હજુ પરિસ્થિતિ તણાવપૂર્ણ, કેન્દ્રએ વધુ પાંચ હજાર જવાન રવાના કર્યા


20મી ઓક્ટોબરે, દિલ્હીના રોહિણી વિસ્તારમાં CRPF સ્કૂલની દીવાલને એક શક્તિશાળી વિસ્ફોટથી હચમચાવી દેવામાં આવ્યો હતો, જેમાં નજીકની દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ કે ઈજાના થઈ નહતી. 

દિલ્હીની 40 શાળાઓને બોમ્બની ધમકીથી હડકંપ: વિદ્યાર્થીઓને પરત મોકલી તપાસ શરૂ 2 - image


Google NewsGoogle News