Get The App

ગ્રેજ્યુએશન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ: PhDમાં સીધું મળશે એડમિશન, જાણો નવો નિયમ

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
ગ્રેજ્યુએશન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ: PhDમાં સીધું મળશે એડમિશન, જાણો નવો નિયમ 1 - image


Image Source: Freepik

PhD Admission: યુનિવર્સિટી-કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક અને જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) માટે UGC-NET જૂન 2024 માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ṀUGCના અધ્યક્ષ પ્રો. એમ. જગદીશ કુમારે જણાવ્યું કે ચાર વર્ષની બેચલર ડિગ્રી કરી રહેલા જે વિદ્યાર્થીઓ હાલમાં 8માં સેમેસ્ટરમાં છે તેઓ હવે સીધા PhD માટે અરજી કરી શકશે. તેના માટે કુલ 75% માર્કસ અથવા તેના સમકક્ષ ગ્રેડ હોવો જરૂરી છે. 16મી જૂનના રોજ UGC-NETની પરીક્ષા છે. કુમારે કહ્યું કે, આવા ઉમેદવારો જે વિષયમાં PhD કરવા માગે છે તેના માટે પેપર આપી શકે છે. ભલે તેમણે કોઈ પણ વિષયમાં ચાર વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી કરી હોય. SC, ST, NOBC (નોન-ક્રીમી લેયર), દિવ્યાંગ, આર્થિક રીતે નબળો વર્ગ અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 5% ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડની છૂટ આપવામાં આવી શકે છે.

UGCએ બનાવી ત્રણ નવી કેટેગરી

2024-25 થી યુનિવર્સિટીઓ પાસે એ તક હશે કે તેઓ માત્ર નેટ સ્કોરના આધાર પર જ PhDમાં એડમિશન આપે. UGCએ ત્રણ કેટેગરી બનાવી છે. પ્રથમ કેટેગરીમાં તે વિદ્યાર્થીઓ હશે જેઓ પીએચડીમાં એડમિશન, જેઆરએફ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક માટે પાત્ર હશે. બીજી કેટેગરીમાં એવા ઉમેદવારો હશે જેઓ PhDમાં એડમિશન અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક માટે પાત્ર હશે અને ત્રીજી કેટેગરીમાં એવા ઉમેદવારો હશે જેઓ માત્ર PhDમાં એડમિશન માટે પાત્ર હશે. 

UGC-NETના સિલેબસમાં ફેરફારની શક્યતા

બીજી અને ત્રીજી કેટેગરીમાં NET ક્વોલિફાય વિદ્યાર્થીઓને NET સ્કોર અને ઈન્ટરવ્યુના આધારે એડમિશન મળશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને ધ્યાનમાં રાખતા UGC સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. UGC-NET વર્ષમાં બે વાર યોજાતી હોવાથી વિદ્યાર્થીઓને બે તક મળશે. નેટ પરીક્ષામાં મેળવેલ સ્કોર PhD એડમિશન માટે એક વર્ષ માટે માન્ય રહેશે. UGC-NETના સિલેબસમાં ફેરફારની પ્રક્રિયા ચાલી રહી છે. 


Google NewsGoogle News