NIAની મોટી કાર્યવાહી, 3 રાજ્યોમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગના ખૂંખાર સભ્યોની સંપત્તિ જપ્ત કરી

બિશ્નોઈ ગેંગના સભ્યોની સંપત્તિમાં આતંકી પ્રવૃત્તિ થતી હોવાનો ઘટસ્ફોટ

સંપત્તિનો ઉપયોગ હથિયારો છુપાવવા, આતંકીઓને આશ્રય આપવા થતો હતો

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
NIAની મોટી કાર્યવાહી, 3 રાજ્યોમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગના ખૂંખાર સભ્યોની સંપત્તિ જપ્ત કરી 1 - image


NIA Attached Lawrence Bishnoi Syndicate Members Properties : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આજે 3 રાજ્યોમાં દરોડા પાડી ખૂંખાર ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ના સભ્યો પર મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ હરિયાણા (Haryana), પંજાબ (Punjab) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં દરોડામાં 4 સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે. આતંકવાદથી આવકથી ઉભી કરેલી આ સંપત્તિઓનો ઉપયોગ આતંકી ષડયંત્ર અને ગંભીર ગુનાઓેને અંજામ આપવા માટે કરાઈ રહ્યો હોવાનો આરોપ છે. એનઆઈએએ ઓગસ્ટ-2022માં બિશ્નોઈ અને તેના સાથીઓ વિરુદ્ધ કથિત ગુનામાં યુએ(પી)એ હેઠળ કેસ નોંધ્યો હતો.

NIAના ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણામાં દરોડા

એનઆઈએએ ઉત્તર પ્રદેશના લખનઉમાંથી આતંકવાદી ગેંગનો આશ્રયદાતા વિકાસ સિંહ સંબંધિત સંપત્તિને જપ્ત કરેલી છે, જ્યારે પંજાબના ફાજિલ્કામાંથી આરોપી દલીપ કુમાર ઉર્ફે ભોલા ઉર્ફે દલીપ બિશ્નોના માલિકીની સંપત્તિ તેમજ હરિયાણાના યમુનાનગરના રહેવાસી જોગિંદર સિંહના નામે રજીસ્ટ્રર્ડ થયેલી એસયુવી જપ્ત કરવામાં આવી છે.

એજન્સીએ આતંકી પ્રવૃત્તિઓનો ઉપયોગ થઈ રહેલી સંપત્તિ જપ્ત કરી

એનઆઈએની તપાસ મુજબ વિકાસ સિંહ લૉરેન્સ બિશ્નોઈનો સભ્ય છે. તેણે પંજાબ પોલીસ હેડક્વાર્ટર પર હુમલામાં સામેલ આરોપીઓ સહિત આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. જોગિંન્દર સિંહ બિશ્નોઈના નજીકનો ગેંગસ્ટર કાલા રાણાનો પિતા છે. 

જોગિંન્દર આતંકવાદી કૃત્યોને અંજામ આપવા હથિયારો-દારુગોળાની હેરાફેરી કરવા આતંકવાદીઓને વાહનની સુવિધા પુરી પાડતો હતો. 

ઉપરાંત આરોપી દલીત કુમારની સંપત્તિનો ઉપયોગ હથિયારોનો મુકવા, છુપાવવા અને આતંકવાદીઓને આશ્રય આપવા માટે કરાતો હતો.

બિશ્નોઈ ગેંગની ખૂંખાર પ્રવૃત્તિ, ઘણા રાજ્યોમાં નેટવર્ક

એનઆઈએની તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, ગેંગે દેશના ઘણા રાજ્યોમાં ગુનાહિત નેટવર્ક ફેલાવેલું હતું. આ ગેંગ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા ઉપરાંત પ્રદીપ કુમાર જેવા ધાર્મિક અને સામાજિક નેતાઓની હત્યા, ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો પાસે ખંડણી વસૂલવી જેવા ગુનાઓમાં સામેલ છે.


Google NewsGoogle News