Get The App

બિહારમાં 4 'મુન્નાભાઈ' પકડાયા, બીજાના બદલામાં આપી રહ્યાં હતા MBBSની પરીક્ષા

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
બિહારમાં 4 'મુન્નાભાઈ' પકડાયા, બીજાના બદલામાં આપી રહ્યાં હતા MBBSની પરીક્ષા 1 - image


Image: Freepik

Munna Bhai M.B.B.S in Bihar: ફેમસ બોલિવૂડ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ વિશે તો તમે સાંભળ્યુ જ હશે જેમાં બોલિવૂડ સ્ટાર સંજય દત્તે એક એવા ડોક્ટરની ભૂમિકા નિભાવી જેણે ડોક્ટર બનવા માટે મેડીકલના અભ્યાસની તમામ મર્યાદાઓને તોડી દીધી. બિહારના સારણ જિલ્લામાં આ ફિલ્મની કહાની બિલકુલ સાચી સાબિત થઈ ગઈ છે. આર્યભટ્ટ જ્ઞાન વિવિમાં બીજાના બદલે એમબીબીએસની પરીક્ષા આપતાં ચાર સ્કોલર પકડાઈ ગયા છે. ચારેય સ્કોલરમાં એક આઈજીઆઈએમએસ મેડીકલ કોલેજનો વિદ્યાર્થી છે. બે સ્કોલર ગવર્મેન્ટ મેડીકલ કોલેજ બેતિયા અને એક અન્ય શ્રીકૃષ્ણ મેડીકલ કોલેજ મુઝફ્ફરપુરનો વિદ્યાર્થી છે. તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિવિ પરિસરમાં બનેલા પરીક્ષા કેન્દ્રમાં એમબીબીએસ થર્ડ પ્રોફેશનલ કોર્સના પાર્ટ વન અને પાર્ટ ટૂ ની પરીક્ષા શુક્રવારે યોજાઈ હતી. આ દરમિયાન પરીક્ષા હોલમાં એક વિદ્યાર્થીના એડમિડ કાર્ડના ચેકિંગ દરમિયાન ગડબડી જાણવા મળી. તે બાદ બધા વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડથી તેમના ચહેરાને મેચ કરવામાં આવ્યો તો ચાર વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડની તસવીર અને પરીક્ષાર્થીના ચહેરામાં અંતર જોવા મળ્યું. તે બાદ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો ચારેયનું સત્ય સામે આવી ગયુ. 

આ મામલે યુનિવર્સિટી તંત્ર તરફથી મોડી સાંજ સુધી જક્કનપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. કાર્યવાહી દરમિયાન તે ચારેય વિદ્યાર્થી પણ આવી ગયા જેમના બદલામાં સ્કોલર પરીક્ષા આપી રહ્યા હતા. આ કુલ આઠ વિદ્યાર્થીઓમાં પાંચ વિદ્યાર્થી ગવર્નમેન્ટ કોલેજ બેતિયાથી જોડાયેલા છે. પોલીસનું કહેવું છે કે ફરિયાદ નોંધાઈ ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાથી મેડીકલના અભ્યાસમાં ધાંધલીનો વધુ એક મામલો સામે આવી ગયો છે. નીટ પરીક્ષામાં ગડબડીનો મામલો પહેલા જ સામે આવી ચૂક્યો છે.

નકલ પર રોક લાગશે

આર્યભટ્ટ જ્ઞાન વિવિના કુલપતિ પ્રો. શરદ કુમાર યાદવે મામલા અંગે કહ્યું કે પરીક્ષા દરમિયાન કડકાઈના આદેશ આપવામાં આવ્યા હતા. પૂર્વની પરીક્ષાઓથી અમુક ફીડબેક મળ્યુ હતુ, જેનાકારણે આ વખતે કડકાઈ કરવામાં આવી હતી. શુક્રવારે અમુક ઈનપુટના આધારે પરીક્ષા દરમિયાન એડમિટ કાર્ડ અને પરીક્ષાર્થીના ચહેરાને મેચ કરવામાં આવ્યા. જેમાં ચાર વિદ્યાર્થીના બદલે અન્ય લોકો પરીક્ષા આપતા પકડાયા. જે વિદ્યાર્થીઓને પકડવામાં આવ્યા છે અને જેમના બદલે આ પરીક્ષા આપી રહ્યા હતા તમામ પર વિવિની તરફથી કાર્યવાહી કરવામાં આવશે. મામલામાં અન્ય કોની સંડોવણી છે તેની તપાસ કરાવવામાં આવી રહી છે.


Google NewsGoogle News