Get The App

દિલ્હી: બંદૂકની અણીએ છોકરાને જૂતા ચટાવ્યાં, યૌન શોષણ કરી વીડિયો વાયરલ કરનારા 4 ઝડપાયા

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
દિલ્હી: બંદૂકની અણીએ છોકરાને જૂતા ચટાવ્યાં, યૌન શોષણ કરી વીડિયો વાયરલ કરનારા 4 ઝડપાયા 1 - image


Image: X

Sexually Abusing Case: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમે જહાંગીરપુરીમાં એક કિશોરની સાથે કથિતરીતે યૌન શોષણ કરવા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ હરીશ ભાટિયા, પંકજ ઉર્ફે માયા, અભિષેક કુમાર ઉર્ફે અમન અને આર્યન કુમાર ઉર્ફે મન્નુ તરીકે થઈ છે. આ તમામ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે ઉત્તર પ્રદેશના વૃંદાવનથી ધરપકડ કરી.

પોલીસે શું કહ્યું?

ડીસીપી (ક્રાઈમ) સતીશ કુમારે જણાવ્યુ કે 'આરોપીઓએ પીડિત કિશોરનું યૌન શોષણ કર્યા પહેલા તેની સાથે મારપીટ કરી અને તેને જૂતા ચટાવ્યાં. આરોપીઓએ આવું એટલા માટે કર્યું કેમ કે પીડિત ધરપકડ આરોપીઓમાંથી એકના દુશ્મનનો સંબંધી છે. 'આરોપીઓએ એક વિકૃત તર્કની સાથે પીડિત કિશોરનું યૌન શોષણ કર્યું અને તેને માર માર્યો. આરોપીઓનો તર્ક છે કે તેનાથી તેમના દુશ્મન અપમાનિત અનુભવશે અને વિસ્તારમાં તેમનું વર્ચસ્વ વધશે.'

બંદૂકની અણીએ કર્યું યૌન શોષણ

ડીસીપીના જણાવ્યા અનુસાર 'પીડિત કિશોરની સાથે આ ઘટના 4 સપ્ટેમ્બરની રાતે થઈ હતી પરંતુ પીડિતે 17 સપ્ટેમ્બરે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આનું કારણ એ છે કે તે ફરિયાદ નોંધાવવાથી ડરી રહ્યો હતો.' જહાંગીરપુરીના રહેવાસી કિશોરે પોતાની ફરિયાદમાં કહ્યું કે '4 સપ્ટેમ્બરની રાતે હું ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે મને ચારેય આરોપીઓએ રોકી લીધો. ચારેયએ મારી મારપીટ કરી. મને લાતો મારી અને પછી બંદૂકની અણીએ મને જૂતા ચટાવ્યા.' તે બાદ ચારેય આરોપીઓએ કિશોરને અપમાનિત કરવા માટે યૌન શોષણ કર્યું. એટલું જ નહીં, તેમણે આ કૃત્યનો વીડિયો ઉતાર્યો અને પછી પીડિત અને તેના સંબંધીઓને નીચું દેખાડવા માટે સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.


Google NewsGoogle News