સ્પંજની જેમ દબાય છે ૪ એકર જમીન, કોઇ રહસ્ય ઉકેલી શકયું નથી
લોકો રોમાંચ ખાતર આ વિશિષ્ટ પ્રકારની જમીન જોવા આવે છે
જો કે ભૂ વિજ્ઞાનીઓ આને લિકિવેફેકશનનો પ્રભાવ માને છે
રાયપુર, 18 નવેમ્બર,2023,શનિવાર
કુદરતના કેટલાક રહસ્યોને આધુનિક વિજ્ઞાન પણ ઉકેલી શકતું નથી.છતીસગઢના મેનપટમાં આવેલા ચાર એકર વિસ્તારની જમીન સ્પંજની જેમ દબાતી અને ઉછળતી રહે છે. આવું શા માટે થાય છે તે આજ સુધી જાણી શકાયું નથી.આ જમીન પર ઉછળ કૂદ કરતી વખતે જાણે કે ગાદલા પર હોય તેવો મુલાકાતીઓને અનુભવ થાય છે.સ્થાનિક લોકોનું માનવું છે કે આ સ્થળે પહેલા જળસ્ત્રોત હોવો જોઇએ. જે સમય જતા સૂકાઇ ગયો પરંતુ અંદરનો કિચડ જમા રહી ગયો હશે. આથી જ તેના પર વજન આવવાથી જમીન દબાય છે.
જો કે ભૂ વિજ્ઞાનીઓ આને લિકિવેફેકશનનો પ્રભાવ માને છે. આથી અહીં ભૂકંપ આવી શકે તેવી પણ શકયતા છે. જો કે આવું આખા વિસ્તારમાં નહી માત્ર ૪ એકર જમીનમાં જ શા માટે જોવા મળે છે તે સમજાતું નથી. ૧૯૯૭માં જબલપુરમાં ભુકંપ આવ્યા પછી નર્મદા વિસ્તારના હોશંગાબાદ પાસે આવા જ પ્રકારની જમીનનું નિર્માણ થયું હતું. મેનપાટમાં પણ ચાર એકર વિસ્તારની જમીન સ્પન્જ જેવી શા માટે છે તેની તપાસ થવી જરુરી છે. બાહરથી આવતા લોકો રોમાંચ ખાતર આ વિશિષ્ટ પ્રકારની જમીનમાં ફરીને રોમાંચ અનુભવે છે. પૃથ્વીના આંતરિક દબાણની વચ્ચેની જગ્યામાં કિચડ હોવાથી આમ થાય છે.