Get The App

વર્ષ 2050 સુધીમાં ચાર કરોડ લોકો એક નવા જ પ્રકારના ઇન્ફેક્શનથી મૃત્યુ પામશે! રિપોર્ટમાં દાવો

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
વર્ષ 2050 સુધીમાં ચાર કરોડ લોકો એક નવા જ પ્રકારના ઇન્ફેક્શનથી મૃત્યુ પામશે! રિપોર્ટમાં દાવો 1 - image


Image: Facebook

Antibiotic Resistant Infections: ધ લેન્સેટના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધી લગભગ 40 મિલિયન એટલે કે 4 કરોડ લોકોના એન્ટિ બાયોટિક - રેઝિસ્ટન્સ ઇન્ફેક્શનના કારણે મોત થઈ જશે. સ્ટડીમાં એ વાતનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી દાયકામાં આ એન્ટિ બાયોટિક - રેઝિસ્ટન્સ ઈન્ફેક્શનના કારણે મૃતકોની સંખ્યામાં વધારો થશે. આ એક મોટી સમસ્યા છે અને આ લાંબા સમય સુધી રહેશે.

આ સ્ટડી સાથે જોડાયેલા રિસર્ચર્સે ચેતવણી આપતાં કહ્યું છે કે એન્ટિ બાયોટિક - રેઝિસ્ટન્સના કારણે સાધારણ ઇન્ફેક્શનને પણ ઠીક કરવું ખૂબ મુશ્કેલ થઈ જશે. સ્ટડીમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે વૃદ્ધ વયસ્ક એએમઆર (એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ) મોતથી અસમાનરીતે પ્રભાવિત થાય છે અને તેમને સંક્રમણનું જોખમ વધુ હોય છે.

એએમઆરનો અર્થ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ છે, તેનો સામનો ત્યારે કરવો પડે છે જ્યારે બેક્ટેરિયા, વાયરસ, કવક અને પરજીવી સમયની સાથે બદલાય છે અને દવાઓ તેની પર અસર કરવાનું બંધ કરી દે છે.

સ્ટડી દરમિયાન 520 મિલિયન ડેટા પોઇન્ટ્સની સાથે જ હૉસ્પિટલ ડિસ્ચાર્જ રૅકોર્ડ, ઇન્શ્યોરન્સ ક્લેઇમ્સ અને 240 દેશોના ડેથ સર્ટિફિકેટ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું. 1990 અને 2021ની વચ્ચે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના કારણે વાર્ષિક એક મિલિયનથી વધુ મોત થયા. AMRથી થનારા મોતનો આંકડો વધતો પણ રહી શકે છે. આગામી 25 વર્ષોમાં 39 મિલિયન મોતનું અનુમાન છે, જે લગભગ દર મિનિટે ત્રણ મોતના બરાબર હશે.

સ્ટડીમાં એ પણ જણાવાયું છે કે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ(એએમઆર)થી થનારા મોતથી જાણ થાય છે કે 1990થી 2021ની વચ્ચે બાળકોના મોતમાં 50%થી વધુનો ઘટાડો આવ્યો છે, જ્યારે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મોતમાં 80%થી વધુનો વધારો થયો છે. 2050 સુધી બાળકોમાં થનારા મોતની સંખ્યામાં ઘટાડો આવશે. જો કે, આ દરમિયાન વૃદ્ધોમાં આ મોતનો આંકડો લગભગ ડબલ થઈ જશે. આ પરિવર્તનના કારણે વૃદ્ધ લોકોમાં AMRથી થનારા મોત અન્ય ઉંમરના લોકોની તુલનામાં વધુ હોઈ શકે છે, કેમ કે વૈશ્વિક વસતી વૃદ્ધ થઈ રહી છે અને સંક્રમણ પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગઈ છે.

39 મિલિયન AMR મોતમાંથી સાઉથ એશિયામાં 11.8 મિલિયન મોત થવાનું અનુમાન છે, સાથે જ સબ-સહારા આફ્રિકામાં પણ મોટી સંખ્યામાં મોત થવાની આશા છે. એકુટાએ એન્ટિ બાયોટિકની જરૂરિયાથી વધુ ઉપયોગ અને દુરુપયોગને લઈને સતર્ક કર્યા છે. તેમનું કહેવું છે કે બેક્ટેરિયલ રેઝિસ્ટન્સ વધારવામાં આનું સૌથી મોટું યોગદાન છે. એન્ટિ બાયોટિક્સનો કારણવિના ઉપયોગ ન કરવા પર જોર આપવામાં આવ્યું છે. સામાન્ય ઇન્ફેક્શન થવા પર એન્ટિ બાયોટિક્સનું સેવન ન કરીને ઘરેલું ઉપચાર કરવા જેમ કે પાણીના કોગળા કરવા અથવા શેક લેવો.


Google NewsGoogle News