ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોતથી હડકંપ, લંચ બાદ ક્લાસ તરફ જતાં ઢળી પડી

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોતથી હડકંપ, લંચ બાદ ક્લાસ તરફ જતાં ઢળી પડી 1 - image


3rd standard girl dies of heart attack : આજકાલ હાર્ટએટેકથી અનેક ઘરડાઓ તો ખરાં જ પણ યુવાઓના મૃત્યુ થઇ રહ્યા છે ત્યારે એક બાળકીના હાર્ટએટેકના મોતથી સમાચાર આવતા હડકંપ મચી ગયું છે. ઉત્તરપ્રદેશના લખનઉની મોન્ટ ફોર્ટ સ્કૂલમાં શુક્રવારે બપોરે ધોરણ 3માં ભણતી એક વિદ્યાર્થીની લંચ પછી ક્લાસમાં જતી વખતે જ એકાએક બેભાન થઇને ઢળી પડી હતી. જેના બાદ તે મૃત્યુ પામી ગઇ. તેના મૃત્યુનું કારણ હાર્ટએટેક જણાવાઈ રહ્યું છે. 

સાથી વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી 

જ્યારે તેને બેભાન જોઇ તો તેના સાથી વિદ્યાર્થીઓએ એકાએક બૂમાબૂમ કરીને ટીચર્સને જાણ કરી હતી. આ દરમિયાન શિક્ષક દોડી આવ્યા અને પછી બેભાન અવસ્થામાં જ વિદ્યાર્થીનીને નજીકમાં આવેલી ફાતિમા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 

પરિવારમાં આક્રંદ...

ત્યારબાદ માહિતી મળતા જ પરિવારજનો ત્યાં પહોંચ્યા અને માસૂમ બાળકીને ચંદન હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંના ડૉક્ટરોએ જણાવ્યું કે વિદ્યાર્થીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. વિકાસનગર સેક્ટર-14માં રહેતા શિખર સેંગરની 10 વર્ષની દીકરી માનવી મોન્ટ ફોર્ટ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી હતી. તેની સાથે મોટી બહેન માહી પણ ધોરણ 11માં અભ્યાસ કરે છે. સવારે માનવી અને માહી સ્કૂલે ગયા હતા. બપોરે જમ્યા બાદ માનવી તેના મિત્રો સાથે કોરિડોરમાંથી ક્લાસ તરફ જઈ રહી હતી. અચાનક તે લડખડાઈ અને ઢળી પડી હતી.


Google NewsGoogle News