Get The App

મિથુન ચક્રવર્તીનો સનસનાટીભર્યો દાવો, તૃણમૂળના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

Updated: Jul 27th, 2022


Google NewsGoogle News
મિથુન ચક્રવર્તીનો સનસનાટીભર્યો દાવો, તૃણમૂળના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં 1 - image

મુંબઈ, તા. 27  જુલાઈ 2022,બુધવાર

પીઢ અભિનેતા અને બંગાળના  ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો છે કે તૃણમૂળ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને તેમાંથી પણ 21 તો મારા સીધા વ્યક્તિગત સંપર્કમાં છે. 

મિથુનના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. હજુ થોડા દિવસો પહેલાં જ મમતાએ એક નિવેદન કરીને કહ્યું હતું કે ભાજપે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનું પતન ભલે કરાવ્યું પરંતુ બંગાળ સામે આંખ ઊંંચી કરવાની હિંમત ના કરે. 

હવે એ દાવા સામે મિથુન ચક્રવર્તીએ સીધા 38 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. 

જોકે, બંગાળમાં 294ની કુલ સંખ્યા સામે તૃણમૂળના 211 ધારાસભ્યો છે. સમર્થક ધારાસભ્યો સહિત તેનું કુલ સંખ્યાબંધ 220 છે. તેની સામે ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 77 ધારાસભ્ય ચૂંટાટા હતા તેમાંથી સાત તો પાછા તૃણમૂળમાં જતા રહ્યા છે. આમ ભાજપ માટે મમતા સરકારમાં ભંગાણ પાડવું હજુ બહુ દૂરની વાત છે. 

બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં મિનિસ્ટર પાર્થા ચેટરજીની ધરપકડ થઈ છે. તેમને ત્યાંથી કરોડો રૂપિયા દરોડામાં ઝડપાયા છે. આ ઘટનાક્રમને લીધે મમતા સરકાર બચાવની હાલતમાં મુકાઈ ગઈ છે. સંખ્યાબંધ તૃણમૂળ ધારાસભ્યો પણ આ કલંકિત પ્રકરણને કારણે ધૂંધવાયા હોવાનું કહેવાય છે. 

મિથુન ચક્રવર્તી ગયાં વર્ષે જ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા હતા.


Google NewsGoogle News