Get The App

VIDEO: ઉત્તર પ્રદેશમાં વરસાદ બન્યો કાળ: વીજળી પડવાના કારણે અત્યાર સુધી 38 મોત

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Uttar Pradesh Heavy Rain


Uttar Pradesh Heavy Rain Alert : હાલ દેશભરમાં ઘણા રાજ્યો ભારે વરસાદ અને પૂર સહિતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદ કાળ બનીને આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં એક જ દિવસમાં વીજળી પડવાના કારણે કુલ 38 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહીં સૌથી વધુ પ્રતાપગઢમાં 11, ત્યારબાદ સુલ્તાનપુરમાં સાત લોકોના મોત નિપજ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પૂર

હાલ રાજ્યનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન ઠપ થઈ ગયું છે. મીડિયા અહેવાલો મુજબ વીજળી પડવાથી પ્રતાપગઢમાં 11, સુલ્તાનપુરમાં સાત ચંદૌલીમાં છ, મૈનપુરીમાં પાંચ, પ્રયાગરાજમાં ચાર અને ઔરૈયા, દેવરિયા, હાથરસ, વારાણસી અને સિદ્ધાર્થનગરમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

સુલ્તાનપુરમાં ત્રણ બાળકોના મોત

સુલ્તાનપુરમાં સાત મૃતકોમાંથી ત્રણ બાળકોનો સામાવેશ થાય છે. એવું કહેવાય છે કે, ઘણા લોકો વીજળીની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે ઔરેયામાં વીજળી પડવાથી કેરીના ઝાડ નીચે બેઠેલા 14 વર્ષના બાળકનું, દેવરિયામાં પાંચ વર્ષની બાળકીનું અને વારાણસીમાં બે ભાઈમાંથી એક ભાઈનું મોત નિપજ્યું છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના રાજ્યોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ જુઓ : દિલ્હીનો ચોંકાવનારો VIDEO, વરસાદ વગર કૉલોનીમાં પૂર જેવી સ્થિતિ, લોકો ઘરો છોડવા મજબૂર


Google NewsGoogle News