‘દેશના ઈતિહાસમાં આવું ક્યારે થયું નથી...’ ચૂંટણી બૉન્ડ મુદ્દે પ્રિયંકા ગાંધીએ ભાજપ ઉઠાવ્યા સવાલ
કેન્દ્ર સરકારે 38 કોર્પોરેટર ગ્રૂપોને 3.80 કરોડના કોન્ટ્રાક્ટ આપ્યા હોવાનો પ્રિયંકાનો ભાજપ પર આક્ષેપ
Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ પર હાવી થવા કોંગ્રેસ ચૂંટણી બોન્ડનો મુદ્દો ઉછાળવા ભરપુર પ્રયાસો કરી રહી છે. ચૂંટણીની તારીખો પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ લાદી દીધો હતો, ત્યારબાદ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે કોણે કેટલું ફંડ આપ્યું હોવાનું જાહેર કર્યું હતું, જેમાં સૌથી વધુ ભાજપને ફંડ મળ્યું હોવાનું સામે આવ્યા બાદ કોંગ્રેસ (Congress) સહિતની વિપક્ષી પાર્ટીઓ વધુ આક્રમક બની છે. કોંગ્રેસે ચૂંટણી રણનીતિ હેઠળ BJPને સૌથી વધુ ફંડ મળ્યું હોવાનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં જોરશોરથી ઉઠાવવાનો સતત પ્રયાર કરી રહી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર આરોપ લગાવ્યો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi)એ આજે ફરી ચૂંટણી બોન્ડ મામલે આક્રમક બની ચૂંટણી બોન્ડની લેવડ-દેવડમાં લાખો કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાયા હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રિયંકાએ દાવો કર્યો કે, 38 કોર્પોરેટ ગ્રૂપોએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને 2004 કરોડ રૂપિયાનું દાન આપ્યું અને બદલામાં આ કંપનીઓને ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા 3.80 લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાયા હતા.
પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર
ચૂંટણી બોન્ડના વિવાદ વચ્ચે પ્રિયંકા ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી ભાજપના નેતત્વવાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘ED, CBI અને ITએ 41 કોર્પોરેટ ગ્રૂપો પર દરોડો પાડ્યો, જેનાથી બચવા માટે આ ગ્રૂપોએ ભાજપને 2592 કરોડ રૂપિયા ફંડ આપ્યું. 16 શેલ કંપનીઓએ ભાજપને 419 કરોડ ફંડ આપ્યું. તેમાં એવી કંપનીઓ પણ સામેલ છે, જેમણે કુલ મૂડીથી અનેક ગણું દાન કર્યું છે. કોઈ સરકારે ભ્રષ્ટાચારને કાનૂની માન્યતા આપી હોય અને દેશની તમામ એજન્સીઓ અને તમામ તંત્રને એક વસૂલી રેકેટમાં બદલી દીધું હોય, તેવું દેશના ઈતિહાસમાં આવું ક્યારેય થયું નથી. શું વડાપ્રધાન મોદી આ લૂંટનો હિસાબ દેશની પ્રજાને આપશે?