Get The App

ભારતમાં જીવલેણ પ્રદૂષણ દાયકામાં 38,00,000 લોકોને ભરખી ગયો, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
ભારતમાં જીવલેણ પ્રદૂષણ દાયકામાં 38,00,000 લોકોને ભરખી ગયો, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો 1 - image

India Air Pollution News | ભારતમાં હવામાં રહેલા પીએમ 2.5 કણની માત્રા વધતા મૃત્યુદરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી ભારતમાં લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ બાબતનો ઘટસ્ફોટ સ્વિડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટયૂટના સંશોધનમાં કરાયો છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2009 થી 2019 સુધીમાં હવાના પ્રદૂષણના કારણે 38 લાખ લોકોનાં મોત થયા હતા. 

સ્વિડનની કેરાલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટનું આ સંશોધન લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પણ પ્રકાશિત થયું છે. સંશોધનમાં જણાવાયું છે કે વાયુ પ્રદૂષણ સંબંધિત મોતનો આંકડો 2009માં 45 લાખથી વધીને 2019માં 73 લાખ થઈ ગયો હતો. આ સંશોધનમાં ભારતમાં હવાની ગુણવત્તા સંબંધિત નિયમો અંગે આકરું વલણ અપનાવવાની માગ કરાઈ છે. આ રિસર્ચ પીએમ 2.5 નામના નાના વાયુ પ્રદૂષણના કણો પર આધારિત છે. આ કણ ફેફસાં અને બ્લડ સ્ટ્રીમમાં ઊંડે સુધી જઈ શકે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાવાની સંભાવના છે.

વર્ષ 2009થી 2019ના સમયગાળા વચ્ચે ભારતના 655 જિલ્લાના ડેટાના આધારે આ સંશોધન કરાયું છે, જેમાં પીએમ 2.5ના સ્તરને મૃત્યુ દર સાથે જોડવામાં આવ્યો છે. સંશોધનમાં જણાયું છે કે પીએમ 2.5ના સ્તરમાં પ્રતિ ક્યુબિક મીટર 10 માઈક્રોગ્રામ વધારો થાય છે ત્યારે મૃત્યુદર પણ 8.6 ટકા વધી જાય છે. 

સંશોધનમાં જણાવાયું છે કે દેશની 1.1 અબજ વસતી અંદાજે 82 ટકા લોકો એવા વિસ્તારોમાં રહે છે જ્યાં પીએમ 2.5 સ્તર ભારતના રાષ્ટ્રીય પર્યાવરણગુણવત્તા માપદંડ કરતાં પણ વધુ છે. આ સંશોધનમાં જણાવાયું છે કે ભારતમાં ખરાબ હવાના માપદંડ પ્રતિક્યુબિક મીટર 40 માઈક્રોગ્રામ મુજબ છેલ્લા 10 વર્ષમાં લગભગ 38 લાખ લોકોનાં મોત ખરાબ હવાના કારણે થયા છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અને માર્ગદર્શિક સાથે ભારત માપદંડોની સરખામણી કરવામાં આવે ત્યારે આ આંકડા વધુ ખતરનાક બની જાય છે. 

ભારતમાં જીવલેણ પ્રદૂષણ દાયકામાં 38,00,000 લોકોને ભરખી ગયો, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો 2 - image




Google NewsGoogle News