દેશમાં 5 વર્ષમાં 36838 વેબસાઇટો બ્લોક કરાઈ, ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો, સૌથી વધુ Xએ લીધા એક્શન

સૌથી વધુ વેબસાઇટના યુઆરએલ બ્લોક કરવામાં એક્સ પહેલા નંબર પર

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
દેશમાં 5 વર્ષમાં 36838 વેબસાઇટો બ્લોક કરાઈ, ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો, સૌથી વધુ Xએ લીધા એક્શન 1 - image
Image Twitter 

તા. 9 ડીસેમ્બર 2023, શનિવાર 

કેન્દ્ર સરકાર દ્વારા ગત પાંચ વર્ષોમાં દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે મોટાપાયે એક્શન લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2018 થી ઓક્ટોબર 2023 વચ્ચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય એક્ટની કલમ 69 હેઠળ 36,838 વેબસાઇટ (URL) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સૌથી વધુ વેબસાઇટના યુઆરએલ બ્લોક કરવામાં એક્સ પહેલા નંબર પર

આ માહિતી શુક્રવારે રાજ્યસભામાં રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે સીપીઆઈ(એમ) જોન બ્રિટાસને એક લેખિત જવાબમાં આપી હતી. સૌથી વધુ વેબસાઇટના યુઆરએલ બ્લોક કરવામાં એક્સ (અગાઉ ટ્વિટર) પ્રથમ ક્રમે રહી છે. તેણે 70 દિવસોમાં 13660 યુઆરએલ બ્લોક કર્યા હતા.

જોકે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબે આઈટીના નિયમો અંગે કોઇ કડકાઈ બતાવી નથી. 2018માં MeitYએ 2799 યુઆરએલ બ્લોક કર્યા હતા. જોકે આ વર્ષે ઓક્ટોબર સુધી 7,502 યુઆરએલ બ્લોક કરાયા હતા. જ્યારે 2020માં સૌથી વધુ 9,849 યુઆરએલ બ્લોક કરાયા હતા.

IT એક્ટની કલમ 69A હેઠળ, IT સેક્રેટરીની મંજૂરી પર અને 69A પ્રિવેન્શન કમિટીની ભલામણ પર તે 6 કારણોસર કોઈપણ મધ્યસ્થી અથવા સરકારી એજન્સીને પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરી શકે છે. તેની પાછળનો હેતુ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો અથવા જાહેર વ્યવસ્થા અથવા કોઈપણ ગંભીર ગુનાને રોકવાનો છે.

તે સ્પષ્ટ નથી કે આપવામાં આવેલ URL ની યાદીમાં એપ્સ સામે જારી કરાયેલ બ્લોકીંગ ઓર્ડરનો સમાવેશ થાય છે કે કેમ. આ ડેટામાં બદનક્ષી, કૉપિરાઇટ ઉલ્લંઘન વગેરે સહિતના કોઈપણ કાનૂની કારણોસર ન્યાયિક અદાલતો દ્વારા જારી કરાયેલ પ્રતિબંધના આદેશોનો પણ સમાવેશ થતો નથી.



Google NewsGoogle News