Get The App

રેલવેમાં 32000 હોદ્દા પર ભરતીની જાહેરાત, ચાર દિવસ બાદ ઓનલાઈન અરજી શરૂ થશે

Updated: Jan 19th, 2025


Google News
Google News
રેલવેમાં 32000 હોદ્દા પર ભરતીની જાહેરાત, ચાર દિવસ બાદ ઓનલાઈન અરજી શરૂ થશે 1 - image


32000 Vacancies Announced in Railway Department: સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. રેલવેમાં 32438 જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ માટે 23 જાન્યુઆરી, 2025થી અરજી પ્રક્રિયા શરુ થઈ જશે. 

આ પણ વાંચો : હિમાચલમાં અમદાવાદી યુવતીનું પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં મોત, પાઈલટ સારવાર હેઠળ

લાયકાત 

આ ભરતી દ્વારા રેલ્વેમાં લેવલ 1 હેઠળ કુલ 32,438 ગ્રૂપ ડી પોસ્ટ્સ પર નોકરીની જાહેરાત કરાઈ છે. આ પોસ્ટ પર અરજી કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછી 10મી પાસ ડિગ્રી હોવી જરુરી છે. 

વયમર્યાદા 

આ પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 1 જુલાઈ 2025 ના રોજ 18 થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત અનામત વર્ગમાં આવતાં ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળી રહેશે. 

આ પણ વાંચો : ગોવામાં પેરાગ્લાઈડિંગ વખતે મોટી દુર્ઘટના, ઉડાન વચ્ચે મહિલા ટુરિસ્ટ અને પાઈલટનું જમીન પર પટકાતાં મોત

અરજી ફી 

આ પોસ્ટ માટે અરજી કરનારા જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે.  તેમજ  SC, ST અને PH કેટેગરી અને તેમજ તમામ કેટેગરીની મહિલાઓએ 250 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. આ પોસ્ટ માટે પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. જેમાં લેખિત પરીક્ષા CBT મોડમાં લેવામાં આવશે.

Tags :
Railway-Department32000-vacanciesonline-application

Google News
Google News