દર વર્ષે ધુમ્મસના કારણે થાય છે 30 હજાર અકસ્માત, ગત ચાર વર્ષના આંકડા ચોંકાવનારા
Accident Due To Fog: રાજ્યસભામાં માર્ગ પરિવહન મંત્રાલયે ગત વર્ષના આંકડા જાહેર કર્યા છે. જેમાં ચાર વર્ષના સરેરાશ આંકડા જોઈએ તો 30 હજાર રોડ અકસ્માત શિયાળામાં ધુમ્મસના કારણે થાય છે. રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે દર વર્ષે દેશમાં શિયાળામાં પડતી ધુમ્મસના કારણે કેટલી દુર્ઘટનાઓ બને છે, જેના જવાબમાં આ આંકડા આપવામાં આવ્યા.
માર્ગ પરિવાહન મંત્રાલયે જણાવ્યું કે, વર્ષ 2019માં ધુમ્મસના કારણે 35,602 રોડ અકસ્માત થયા, ત્યારે વર્ષ 2020માં 26,541 દુર્ઘટનાઓ નોંધાઈ, વર્ષ 2021માં 28,934 દુર્ઘટનાઓ બની, તો વર્ષ 2022માં ધુમ્મસના કારણે 34,262 રોડ અકસ્માત સર્જાયા.
આ પણ વાંચો: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલના કાફલાને નડ્યો અકસ્માત, 9 લોકો ઈજાગ્રસ્ત, બે ગંભીર
NHAIએ ગાઈડલાઈન બહાર પાડી
માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યું કે, ધુમ્મસમાં થનારા અકસ્માત રોકવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આ વર્ષની શરૂઆતમાં કેટલાક દિશા નિર્દેશ પણ જાહેર કરાયા છે. જેમાં ધુમ્મસ દરમિયાન વાહનની સ્પીડ ઓછી કરવી, રોડ પર એવી પટ્ટિઓ લગાવવી જેનાથી ધુમ્મસ દરમિયાન પણ ચાલકને રોડનો અંદાજ રહે. રોડ પર ક્રેશ બેરિયર લગાવવા, સેફ્ટી સાઇન બોર્ડ લગાવવા, સાથે જ ટ્રક અને બસથી ડાબી જગ્યા પર સંપૂર્ણ પ્રકાર રાખવો જેનાથી કેટલાક પગલા ભરી શકાય.
ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું?
1) જો તમે ધુમ્મસ દરમિયાન કાર કે બાઇક લઈને જતા હોવ તો તેની હેડલાઇટને અપર મોડ પર રાખો.
2) ધુમ્મસ દરમિયાન વાહન અથવા બાઇકની સ્પીડ 40 KMPH થી વધુ ન હોવી જોઈએ કારણ કે ઘણી વખત વધુ સ્પીડમાં વાહન રોકવું મુશ્કેલ બની જાય છે અને તેનાથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.
3) વાહનને બહાર કાઢતી વખતે ખાતરી કરો કે વાહનની લાઇટ યોગ્ય રીતે ચાલુ થઈ રહી છે કે નહીં. ઇન્ડિકેટરનો ઉપયોગ જરૂર કરો.
4) ધુમ્મસ દરમિયાન હંમેશા પાર્કિંગ લાઇટ ચાલુ રાખો. આનાથી આગળ કે પાછળથી આવતા વાહનોને તમારું વાહન જોવામાં સરળતા રહે.
આ પણ વાંચો: NDA સહયોગી પાર્ટીના પૂર્વ ધારાસભ્યની નાગરિકતા રદ, કોર્ટે 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો