૩૦૦ વર્ષ જુના મંદિર બહાર ૫૦ ડિગ્રી જયારે અંદર માત્ર ૨૦ ડિગ્રી તાપમાન રહે છે
સૂર્યની ગરમીની અસર મંદિરના ગર્ભગુ્હ સુધી પહોંચી શકતી નથી
ભકતો મંદિરના ગર્ભગુ્હમાં પ્રવેશે ત્યારે એસી જેવી ઠંડક અનુભવે છે.
ભુવનેશ્વર,22 મે,2024,બુધવાર
મે મહિનાની આગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યારે ઓરિસ્સાના તિતલાગઢમાં આવેલા ૩૦૦ વર્ષ જુના શિવ મંદિરની અંદરનું તાપમાન ૨૦ ડિગ્રી જયારે બહારનું તાપમાન ૫૦ ડિગ્રી જેટલું રહે છે.આથી તિતલાગઢ તથા આસપાસથી મંદિરમાં આવતા સ્થાનિક લોકોને આની ખૂબજ નવાઇ લાગે છે.
આ શિવમંદિરનું લોકેશન એ પ્રકારનું છે કે ઉનાળામાં ગરમ થયેલા પથ્થરોમાંથી પરાવર્તિત થયેલી ગરમીના લીધે બહારના ભાગમાં અસહ્ય્ય ગરમી અને ઉકળાટ લાગે છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણી વાર તો મંદિરની બહારનું તાપમાન ૫૦ ડિગ્રીને પણ વટાવી જાય છે.આથી ઉનાળામાં દર્શન માટે બહાર રાહ જોઇ રહેલા પરસેવાથી રેબઝેબ થઇ જાય છે.પરંતુ આ ભકતો મંદિરના ગર્ભગુ્હમાં પ્રવેશે ત્યારે એસી જેવી ઠંડક અનુભવે છે.
પહેલી વાર આ મંદિરના દર્શને આવનારાને તાપમાનનો આટલો મોટો ફેરફાર ભારે નવાઇ પમાડે છે. આ મંદિર પ્રાચિન સમયમાં પથ્થરોે કાપીને ખૂબજ ઉંડી ગુફામાં તૈયાર કરવામાં આવ્યું હોવાથી સૂર્યની ગરમીની અસર મંદિરના ગર્ભગુ્રહ સુધી પહોંચી શકતી નથી. આથી મંદિરમાં જમા થયેલી હવાને ગરમીનો સંપર્ક ન થવાથી અંદરની હવા ઠંડી જ રહે છે.
આ કારણથી જ બહાર ગમે તેટલા પથ્થરો ગરમ થાય તો પણ અંદરના તાપમાનમાં ખાસ ફેરફાર થતો નથી. આથી પૂજા અર્ચના માટે જતા લોકો શિતળતાનો અનુભવ કરવા માટે વધુ સમય ગાળે છે.જો કે કેટલાક શ્રધ્ધાળુઓનું માનવું છે કે આ શિતળતાનું કોઇ ભૌગોલિક કારણ નહી પરંતુ ભગવાનની જ કૃપા હોવાથી મુર્તિમાંથી શિતળતા હવાથી જ મંદિર ઠંડુ રહે છે.
.