Get The App

હલ્દવાની હિંસાને પગલે 300 પરિવારોનું પલાયન, પોલીસનો ડર, ઘર છોડી પગપાળા જ નીકળી ગયા

હલ્દવાની હિંસા મામલે પોલીસે અત્યાર સુધીમાં 25 આરોપીની ધરપકડ કરી છે

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
હલ્દવાની હિંસાને પગલે 300 પરિવારોનું પલાયન, પોલીસનો ડર, ઘર છોડી પગપાળા જ નીકળી ગયા 1 - image


Haldwani Violence: ઉત્તરાખંડના હલ્દવાનીમાં સ્થિતિ બનભૂલપુરા સામાન્ય થતી જણાતાં પોલીસે કર્ફ્યુમાં રાહત આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, પોલીસની કાર્યવાહીના ડરથી ઘણાં પરિવારો પલાયન કરી રહ્યા છે. અનેક પરિવારો ઘર છોડીને અન્ય શહેરોમાં જઈ રહ્યા છે.

300 પરિવારો ઘર છોડ્યું

અહેવાલ અનુસાર, બનભૂલપુરામાં લગભગ 300 પરિવારો ઘરોને તાળા મારીને ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં જતા રહ્યા છે. રવિવારે પણ ઘણાં લોકો સ્થળાંતર કરતા જોવા મળ્યા હતા. વાહનોના અભાવને કારણે લોકો યુપીના ગાઝિયાબાદમાં લાલકુઆન તરફ પગપાળા જતા જોવા મળ્યા હતા. ત્યાંથી ટ્રેન પકડીને બરેલી જવા રવાના થયા હતા.

લોકો બનભૂલપુરાથી 15 કિમી પગપાળા ચાલી રહ્યા છે 

પોલીસે રમખાણોના સંબંધમાં પૂછપરછ માટે શનિવારે બનભૂલપુરા વિસ્તારમાંથી ઘણાં લોકોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ પર બળપ્રયોગ કરવાનો આરોપ પણ લાગ્યો છે. રવિવારે સવારે 5 વાગ્યાથી બરેલી રોડ પર ઘણા પરિવારો પલાયન કરતા જોવા મળ્યા હતા. લાલકુઆન સુધી 15 કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. 

પોલીસ પર હેરાન કરવાનો આરોપ!

અહેવાલ અનુસાર, હલ્દવાનીમાં હિંસા બાદ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ નિર્દોષ લોકોને પણ હેરાન કરી રહી છે. આવી સ્થિતિમાં પોલીસના ડરથી તે પોતાના સંબંધીને મળવા બેહેડી જઈ રહ્યો છે. બનભૂલપુરામાં 300 જેટલા ઘર છે જ્યાંથી લોકો સ્થળાંતર કરી ગયા છે અને હવે મકાનોને તાળા લાગી ગયા છે. 


Google NewsGoogle News