હરિયાણામાં રબરની ફેક્ટરીમાં લાગેલી આગમાં 30 મજૂરો દાઝ્યાં
- સોનીપતના ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારખાનામાં આગ
- અગ્નિશામક દળની ત્વરિત કાર્યવાહીએ મજૂરોના જીવ બચાવ્યા : લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો
સોનીપત : ગુજરાતના ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થયેલા ૨૮ના મોતની આગ ઠંડી પડી નથી ત્યાં હરિયાણાં સોનીપતમાં આવેલી ફેક્ટરીમાં લાગેલી આગેમાં ૩૦ મજૂરો દાઝ્યા હોવાનું કહેવાય છે. સોનીપતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી રબરની ફેક્ટરીમાં લાગેલી આગમાં દાજેલા ૩૦ મજૂરોની સારવાર ચાલી રહી છે. ફેક્ટરીમાં આગ લાગવાની સૂચના ફાયરબ્રિગેડના અધિકારીઓને આપવામાં આવી. આ આગ બૂઝાવવા અગ્નિશામક દળના કર્મચારીઓએ ખાસ્સી મહેનત કરવી પડી હતી.
જો કે અગ્નિશામક દળના કર્મચારીઓ આગ પર અંકુશ મેળવે ત્યાં સુધીમાં મજૂરો ખાસ્સા દાઝી ગયા હતા. બધા ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલ લઈ જવાયા છે અને તેમની સારવાર જારી છે.
આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. સોનીપતના રાય ઇન્ડસ્ટ્રીયલ એરિયા સ્થિત ફેક્ટરીમાં રબરના બેલ્ટની ફેક્ટરી બનાવવાનું આયોજન થાય છે. ફેક્ટરીનું કામ ચાલતું હતું કે અચાનક આગ લાગી ગઈ. ફેક્ટરીમાં રબર હોવાના લીધે આગ ઝડપથી ફેલાઈ. બિલકુલ ગુજરાતના ગેમિંગ ઝોન જેવી જ સ્થિતિનું નિર્માણ થયું.
મીડિયા રિપોર્ટ મુજબ આગ એટલી ફેલાઈ ગઈ હતી કે ફેક્ટરીમાં કામ કરનારા મજૂરો દાઝી ગયા હતા. કેટલાય મજૂરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અગ્નિશામક દળને સૂચના મળતા તરત જ ત્યાં પહોંચ્યું. તેણે ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો. આગના લીધે ફેક્ટરીમાં પડેલો કાચો માલ બળીને રાખ થઈ ગયો. તેના લીધે લાખોનો ફટકો પડયો હોવાનું મનાય છે.આ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ મનાય છે, જો કે સાચા કારણની તો તપાસ પછી જ ખબર પડશે.