30 કરોડ પગાર, ફક્ત એક સ્વિચ ઓન-ઓફ કરવાની છે, છતાં કોઈ નોકરી કરવા તૈયાર નથી...
Lighthouse Job: વર્ષે કરોડોનો પગાર, કોઈ રોક-ટોક નહીં અને ન કોઈ બોસ. કોઈને પણ આવી નોકરીની ઓફર કરવામાં આવે તો તેને ક્યારેય ન છોડે. દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે આવી નોકરી કરવા ન માંગે અને તે પણ કરોડોના પગાર સાથે. પરંતુ એક એવી પણ નોકરી છે જે આ બધી સગવડો આપે છે, છતાં લોકોને તે નોકરી કરવા નથી માંગતા. આટલું વાંચ્યા પછી તમને પણ મનમાં પ્રશ્ન થતો હશે એ સ્વાભાવિક છે કે એવું તો આ શું કામ હશે ? ચાલો આ નોકરી વિશે વિગતે જાણીએ. અમે વાત કરી રહ્યા છીએ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા બંદરના ફારોસ નામના ટાપુ પર સ્થિત એલેક્ઝાન્ડ્રિયાના લાઇટહાઉસ (દીવાદાંડી)ના કીપરની નોકરી વિશે. આ દીવાદાંડીનું નામ પણ ‘ધ ફેરોસ ઓફ એલેક્ઝાન્ડ્રિયા’ છે. આ નોકરી માટે વાર્ષિક પગાર 30 કરોડ રૂપિયા છે.
કામ શું કરવાનું હોય છે ?
આ દીવાદાંડીના લાઈટકીપરનું એકમાત્ર કામ છે કે, આ દીવાદાંડીની લાઇટ પર નજર રાખવાનું કામ કરવાનું છે. અને તેની લાઇટ ક્યારેય બંધ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. તમે દિવસભર ગમે તે કરો. બસ આ દીવાદાંડીની વાઈટ હંમેશા રહેવી જોઈએ.
લોકોને આ નોકરી કેમ નથી જોઈતી?
આટલો સરસ પગાર અને તે પણ કોઈપણ જાતની રોક-ટોક નથી તો આવી નોકરી કોને ન જોઈએ? પરંતુ હજુ પણ લોકો આ દીવાદાંડી પર નોકરી કરવા ઈચ્છતા નથી. હકીકતમાં આ નોકરીને દુનિયાની સૌથી મુશ્કેલ નોકરી ગણવામાં આવે છે. લાઇટહાઉસ કીપરે હંમેશા એકલા રહેવું પડે છે. અહીં તેની સાથે કોઈ નથી. અને ન તો તે દૂર દૂર સુધી કોઈ માણસને જોઈ શકે છે. દરિયાની વચ્ચે બનેલી આ દીવાદાંડીને કેટલાય ખતરનાક તોફાનોનો સામનો કરવો પડે છે, તો કેટલીકવાર દરિયાના મોજા ઊંચે ઉછળતા હોય છે કે, દીવાદાંડીને પણ ઢાંકી દે છે. એવામાં જીવનું જોખમ પણ રહે છે.
લાઇટ ચાલુ રાખવી કેમ જરુરી
આ દીવાદાંડી લાઈટકીપરની નોકરી વિશે વાંચીને મનમાં પ્રશ્ન થવો એ તો સ્વાભાવિક છે, કે લાઈટ હંમેશા ચાલુ રાખવી કેમ જરૂરી છે? હકીકતમાં દરિયામાંથી પસાર થતી બોટ/જહાજો સાથે અંધારામાં કોઈપણ અકસ્માત ન થાય રોકવા માટે આ દીવાદાંડી બનાવવામાં આવી હોય છે. અને તેથી જ તેની લાઇટ હંમેશા ચાલુ રાખવી મહત્વપૂર્ણ છે.
વિશ્વની પ્રથમ દીવાદાંડી
એલેક્ઝાન્ડ્રિયાની દીવાદાંડી દુનિયાની સૌથી પહેલી દીવાદાંડી હતી. એ પછી તેની તર્જ પર અન્ય દીવાદાંડી બનાવવામાં આવી છે.