Get The App

જુલાઈ-ઓગસ્ટમાં મોનસૂને ધડબડાટી બોલાવ્યાં બાદ સપ્ટેમ્બર કેવો રહેશે? IMDએ આપી ખુશખબર!

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
monsoon


Weather Forecast: છેલ્લા બે મહિનાથી દેશમાં ચોમાસું ચાલી રહ્યું છે. જેના પગલે જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા 30 વર્ષમાં આ બે મહિના માં આટલો વરસાદ પડ્યો હોય એવું આ બીજું વર્ષ છે. સારો વરસાદ ખેડૂતો માટે ખરીફ પાક માટે વરદાન સમાન હોય છે. જુલાઈ અને ઓગસ્ટમાં સમગ્ર દેશમાં 585 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પછીના બે દિવસમાં તે 595 મીમીને પાર કરી ગયો હતો. જે સામાન્ય કરતાં 11 ટકા વધુ છે.

30 વર્ષમાં સૌથી વધુ વરસાદ 2019માં પડ્યો હતો 

છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ વરસાદ 2019માં જ 596 મીમી થયો હતો. જુલાઈ મહિનામાં 9 ટકા વધુ વરસાદ તો ઓગસ્ટમાં સામાન્ય કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ઓગસ્ટમાં 10 થી 14 દિવસ સુધી વરસાદની આગાહી કરી હતી. જેમાં માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: એશિયાના અબજપતિઓની રાજધાની બન્યું મુંબઈ, ચીનને પછાડ્યું, જાણો અમદાવાદ યાદીમાં કયા ક્રમે?

આ વર્ષે મેડન જુલિયન ઓસિલેશનના કારણે ચોમાસુ સારું રહ્યું 

ભારતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની ઋતુ ચાલતી હોય છે. એવામાં આ વર્ષે જૂન મહિનામાં ઓછો વરસાદ પડતા દુષ્કાળની શક્યતાઓ દેખાઈ રહી હતી. પરંતુ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મહત્તમ વરસાદ પડ્યો છે. જો ગયા વર્ષની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ થયો હતો પરંતુ ઓગસ્ટમાં દુષ્કાળ પડ્યો હતો. જાણીતા હવામાનશાસ્ત્રીના જણાવ્યું અનુસાર આ વખતે ભારતમાં મેડન જુલિયન ઓસિલેશનના કારણે ચોમાસુ સારું રહ્યું છે. 

આગામી બે સપ્તાહમાં સારો વરસાદ થશે

અમેરિકન એજન્સીઓએ કહ્યું કે આ વખતે લા નીનાની અસર જોવા મળી રહી છે, જેના લીધે વધુ વરસાદ પડે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી બે સપ્તાહ સુધી સારો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લો પ્રેશરનું ક્ષેત્ર છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં તોફાન સર્જાવાની સંભાવના છે.

આ પણ વાંચો: કોંગ્રેસે રાહુલ ગાંધી સહિતના નેતાઓને લોકસભા ચૂંટણી માટે કેટલું ફંડ આપ્યું હતું? વિગતો કરી જાહેર

ક્યાં વરસાદ પડશે?

વેધર રિપોર્ટ અનુસાર આગામી 24 કલાકમાં ગુજરાતના પશ્ચિમી જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, પૂર્વ રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદની સંભાવના છે.

જુલાઈ-ઓગસ્ટમાં મોનસૂને ધડબડાટી બોલાવ્યાં બાદ સપ્ટેમ્બર કેવો રહેશે? IMDએ આપી ખુશખબર! 2 - image


Google NewsGoogle News