સ્માર્ટફોનમાં ત્રણ પ્રકારના વીડિયો હશે તો થશે જેલ, આજે જ કરી નાખો ડિલીટ
સામાજિક ભેદભાવને પ્રોત્સાહન મળે તેવા વીડિયો શેર કરવા કે સ્માર્ટફોનમાં રાખવા એ ગુનાની શ્રેણીમાં આવે છે
મહિલા અપરાધને પ્રોત્સાહન આપતાં વીડિયો શેર કરવો જોઈએ નહીં
Image Envato |
Smartphone નો ઉપયોગ આજકાલ દરેક લોકો કરી રહ્યા છે. પરંતુ તેના ઉપયોગ સાથે સાથે કેટલીક સાવધાની રાખવાની જરુર છે. કેટલીક વાર તમે અજાણતા એવી ભૂલ કરી દેતા હોવ છો કે જેના કારણે તમારે જેલની હવા ખાવાનો વારો આવી શકે છે. એટલા માટે એ ખાસ જરુરી છે કે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં પહેલા કેટલીક સાવધાની રાખવી જરુરી છે. આવો આજે અમે તમને તેની કેટલીક બાબતો વિશે જણાવીએ.
તોફાનો કરાવવા અને સમાજમાં ભાગલા કરતાં વીડિયો
સામાજિક ભેદભાવને પ્રોત્સાહન મળે તેવા વીડિયોને શેર કરવા કે સ્માર્ટફોનમાં રાખવાથી ગુનાની શ્રેણીમાં આવે છે. એટલે તમારે તેનું વિશેષ ધ્યાન રાખવું જરુરી છે. કારણ કે એક નાની ભૂલના કારણે તમારે ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. થોડા વર્ષો પહેલા દિલ્હીમાં થયેલા તોફાનોમાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી, જેના મોબાઈલમાં આવા વીડિયો મળ્યા હતા.
મહિલાઓ વિરુદ્ધ અપરાધના વીડિયો
મહિલા અપરાધને પ્રોત્સાહન આપતાં વીડિયોને પણ તમારે શેર કરવો જોઈએ નહીં. આવા દરેક વીડિયો વાંધાજનક શ્રેણીમાં આવે છે. આ પ્રકારના વીડિયોને શેર કરવા ગુનો બને છે. આવી સામગ્રીવાળા વીડિયોથી તમારે દૂર રહેવું જોઈએ. કેટલીક વાર અજાણતા આવા વીડિયો કોઈને શેર કરવામાં આવ્યો તો ભારે નુકસાન થઈ શકે છે. મહત્ત્વની વાત એ કે આવા કિસ્સામાં યુઝર પર કેસ દાખલ થઈ શકે છે.
બાળ શોષણ વીડિયો
સરકાર પણ બાળ અત્યાચાર બાબતે ઘણી ગંભીર છે. એટલા માટે ખૂબ જરુરી છે કે બાળ શોષણ અટકાવતાં વીડિયોને પણ શેર ન કરવા જોઈએ. તેમજ આ પ્રકારના વીડિયો સ્માર્ટફોનમાં હોવા પણ જોઈએ નહીં. અને ભૂલથી રહી ગયા હોય તો તરત ડિલીટ કરી દો. કેટલાક યુઝર્સ તેને લઈને ખૂબ જ એક્ટિવ છે. આ ઉપરાંત પોલીસ પણ તેને રોકવા માટે કામ કરી રહી છે. આવી દરેક વસ્તુઓને ગુનો માનવામાં આવે છે અને પોલીસ તેને રોકવા માટે સતત કામ કરી રહી છે.
સરકાર પણ બાળ અત્યાચાર બાબતે ઘણી ગંભીર છે. તેથી, બાળ શોષણ અટકાવતા વિડિયો શેર ન કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સ્માર્ટફોનમાં વીડિયો હોય તો પણ તમારે તેને તરત જ ડિલીટ કરી દેવો જોઈએ. ઘણા યુઝર્સ પણ આ બાબતે ખૂબ જ એક્ટિવ છે. ઉપરાંત પોલીસ પણ આને રોકવા માટે સખત મહેનત કરી રહી છે. આવી તમામ બાબતોને ગુનો ગણવામાં આવે છે અને તેને રોકવા માટે પોલીસ સતત કામ કરી રહી છે.