'વેજ થાળી' 2023માં 12% મોંઘી થઇ, જાણો તેની પાછળનું કારણ, 'રાઈસ રોટી રેટ' રિપોર્ટમાં ખુલાસો
જ્યારે ડિસેમ્બરમાં તમારી 'વેજ થાળી' 3% સસ્તી થઈ, તેની પાછળના કારણો જાણવા વાંચો રિપોર્ટ
Veg Thali Price news | ડુંગળી અને ટામેટાની કિંમતોમાં ઘટાડા બાદ ડિસેમ્બરમાં શાકાહારી (વેજ) ભોજનની થાળીની કિંમતમાં 3% નો ઘટાડો નોંધાયો હતો. એક રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. જોકે વાર્ષિક આધારે વાત કરીએ તો વેજ થાળીની કિંમત 2023માં 12% વધી ગઇ હતી.
જાણો રિપોર્ટમાં શું થયો ખુલાસો
ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ (MI&A) રિસર્ચના 'રાઈસ રોટી રેટ' રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં ઘરમાં બનેલી વેજ થાળીની કિંમતો ક્રમશઃ 3% સુધી ઘટી હતી. તેમાં જણાવાયું કે વેજ થાળીની કિંમતો ઘટવા પાછળનું મુખ્ય કારણ ડુંગળી અને ટામેટાં સસ્તાં થવું છે.
કેટલાં ભાવ ઘટ્યાં
માસિક આધારે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવ 14% અને ટામેટાનાં ભાવ 3% ઘટ્યાં હતા. તહેવારી સિઝન અનુસાર ઘરના રસોડામાં વપરાતા આ શાકભાજીના ભાવ ઘટ્યાં છે. ઘરે થાળી તૈયાર કરવાના સરેરાશ ખર્ચની ગણતરી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં થાળી તૈયાર કરવાની કિંમતોના આધારે તૈયાર કરાય છે. આંકડાથી એ પણ જાણ થાય છે કે થાળીની કિંમતમાં ફેરફાર અનાજ, દાળ, શાકભાજી, મસાલા, ખાદ્ય તેલ અને રસોઈ ગેસની કિંમતોના આધારે થાય છે.
વાર્ષિક આધારે વેજ થાળીની કિંમત 12% વધી
રિપોર્ટમાં દાવો કરાયો હતો કે વાર્ષિક આધારે વેેજ થાળીની કિંમત 12% વધી ગઇ હતી. તેમાં દાવો કરાયો હતો કે ડુંગળી અને ટામેટાંની કિંમતોમાં ક્રમશઃ 82 અને 42% નો વધારો થવાને કારણે આ થાળી મોંઘી થઈ હતી.