Get The App

કેવા દિવસો આવ્યા! જોબ ઈન્ટરવ્યૂ માટે 3 હજાર એન્જિનિયરોની કતાર, વીડિયો વાઇરલ

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
કેવા દિવસો આવ્યા! જોબ ઈન્ટરવ્યૂ માટે 3 હજાર એન્જિનિયરોની કતાર, વીડિયો વાઇરલ 1 - image


3 Thousand Engineers Queue for Job Interview In Pune: હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેનેડાની એક રેસ્ટોરન્ટમાં ભારતીય વિદ્યાર્થીઓની લાંબી લાઈન જોવા મળી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ વેઈટર અને સર્વિસ સ્ટાફની નોકરી માટે કલાકો સુધી રાહ જોતા હતા. ત્યારે ફરી બીજો એક વીડિયો સામે આવ્યો છે, જે ભારતનો છે, અને તે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે.

આ પણ વાંચો: ‘AAPની નવી સરકારમાં મનીષ સિસોદિયા બનશે નાયબ મુખ્યમંત્રી’ ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત

અત્યારે જે વીડિયો વાઈરલ થઈ છે, તે કેનેડાનો નહીં પરંતુ, પુણેનો છે, જ્યાં લગભગ 3,000 એન્જિનિયરો IT કંપનીમાં નોકરી મેળવવા માટે કતારમાં ઉભા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ખુલ્લા આકાશ નીચે તડકામાં ચિંતિત એન્જિનિયરો અને IT ક્ષેત્રમાં નોકરી મેળવવાની આશા સાથે કલાકોથી લાઈનમાં ઉભા છે. 

ભારતમાં IT નોકરીઓ માટે વધતી સ્પર્ધા!

આ વીડિયો જોયા પછી, લોકો પૂછી રહ્યા છે કે, ભારતમાં IT નોકરી મેળવવી પહેલા કરતાં વધુ પડકારજનક બની ગઈ છે. બેરોજગારી અને નોકરી મેળવવામાં મુશ્કેલીએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે.

આ પણ વાંચો: ‘એક દેશ-એક સમય’ હવે તમામે અપનાવવો પડશે ભારતીય માનક સમય, સરકારે બનાવ્યો નિયમોનો ડ્રાફ્ટ

પુણે આઈટી કંપનીઓનો ગઢ માનવામાં આવે છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો પુણેના મગર્પટ્ટા વિસ્તારનો છે, જ્યા આઇટી કંપનીઓ માટે હોટસ્પોટ છે. અહીં 3,000 થી વધુ એન્જિનિયરો નોકરી શોધવા માટે કતારમાં ઉભેલા છે. આ દર્શાવે છે કે આઇટી ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે સ્પર્ધા કેટલી ઉગ્ર બની ગઈ છે.


Google NewsGoogle News