આ ત્રણ ટેસ્ટ બતાવશે તમારા હૃદયની મજબૂતી! અચાનક હાર્ટ એટેકથી ડરવાની જરૂર નહીં

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
આ ત્રણ ટેસ્ટ બતાવશે તમારા હૃદયની મજબૂતી! અચાનક હાર્ટ એટેકથી ડરવાની જરૂર નહીં 1 - image


નવી દિલ્હી,તા. 31 ઓક્ટોબર 2023, મંગળવાર 

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, જે લોકોને ગંભીર કોવિડ ચેપ લાગ્યો છે તેઓએ વધુ પડતા વર્કઆઉટ કરવાનું ટાળવું જોઈએ.  ગુજરાત સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય  સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ.

વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કારણે આકસ્મિક મોત થયા બાદ આ રીતે અચાનક મોતનો સિલસિલો કેમ અને કેવી રીતે શરૂ થયો તે અંગે સવાલો ઉઠી રહ્યા હતા. 

આ અંગે કાર્ડિયોલોજિકલ સોસાયટી ઑફ ઈન્ડિયા સાથે સંકળાયેલા ડૉ. આર મનોજ કહે છે કે, વ્યક્તિએ ચોક્કસપણે કોઈ પણ વર્કઆઉટ તરત જ ન કરવું જોઈએ. આમાં, એવા લોકો છે કે જેઓ જિમમાં જાય છે અને અચાનક જોરશોરથી કસરત કરે છે  તેમજ જેઓ વહેલી સવારે બહુ વોક કરે છે અથવા તે લોકો જેઓ અચાનક એવું કંઈપણ કરવા લાગે છે જેનાથી હૃદયના ધબકારા વધી જાય છે. આવા તમામ લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. 

વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. એચ.કે. ચાવલા કહે છે કે ત્રણ મુખ્ય ટેસ્ટ છે, જે કરાવ્યા પછી હૃદયની શક્તિ જાણવા ઉપરાંત, હાર્ટ અટેક થવાની સંભાવના વિશે પણ ખ્યાલ આવી શકે છે. 

આમાં ECG, Echo અને TMT જેવા ટેસ્ટ જણાવે છે કે, તમારું હૃદય કેટલું મજબૂત છે અને તેની વર્કઆઉટ ક્ષમતા કેટલી છે. દિલ્હી એનસીઆરના મુખ્ય કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પંકજ રંજન કહે છે કે, આ ટેસ્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે, આજની જીવનશૈલીમાં તેને કરાવવાથી હ્રદયરોગની અગાઉથી આગાહી કરી શકાય છે.

ચંદીગઢ પીજીઆઈના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રોહિત કહે છે કે અચાનક વર્કઆઉટને કારણે અચાનક કાર્ડિયાક અરેસ્ટની ઘટનાઓ બની રહી છે. તેમનું કહેવું છે કે અચાનક કામ કરવાથી હૃદય પર દબાણ આવે છે અને હૃદયના સ્નાયુઓ નબળા પડવાના કારણે હાર્ટ એટેક જેવી ઘટનાઓ બને છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સિવાય નિયમિત બ્લડ પ્રેશર અને શુગરની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. તેથી આ 3 ટેસ્ટ જરુરી છે. 

AIIMSના નિવૃત્ત પ્રોફેસર એસએન અગ્રવાલનું કહેવું છે કે હાર્ટ એટેકના કારણે અચાનક મૃત્યુ પહેલીવાર નથી થઈ રહ્યા. આ અગાઉ પણ આવા અચાનક મૃત્યુ થયા હતા. ગંભીર હૃદય રોગમાં મૃત્યુનું આ એક સામાન્ય કારણ છે. લખનૌ કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના કાર્ડિયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને મેદાંતા ખાતે કાર્ડિયોલોજીના ડિરેક્ટર ડૉ. આર.કે. સરન કહે છે કે, હૃદયના રોગોમાં અચાનક હાર્ટ એટેક આવવાની શક્યતા સૌથી વધુ હોય છે. તેમનું કહેવું છે કે અગાઉ પણ આવા મોત થયા હતા, પરંતુ અહીં વધુ કેસ નોંધાઈ રહ્યા છે.


Google NewsGoogle News