Get The App

VIDEO | મોટી દુર્ઘટના, યુપીમાં 3 માળનું મકાન ધરાશાયી, 10થી વધુ લોકો દટાયાની આશંકા

Updated: Sep 14th, 2024

GS TEAM


Google News
Google News
VIDEO | મોટી દુર્ઘટના, યુપીમાં 3 માળનું મકાન ધરાશાયી, 10થી વધુ લોકો દટાયાની આશંકા 1 - image

Uttarpradesh 3 Story House Collapsed : યુપીના મેરઠમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 10 લોકો દટાઈ ગયાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ મેરઠના ઝાકિર કોલોની વિસ્તારમાં ગલી નંબર 6 પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં આઠથી દસ લોકો દટાયા હોવાની શક્યતા છે. 

બચાવ ટુકડી પહોંચી ઘટનાસ્થળે 

વરિષ્ઠ અધિકારીઓ અને ફાયર વિભાગ સહિત બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ દરમિયાન બે લોકોને બચાવી લેવાયા હતા. અંધારું અને હળવા વરસાદને કારણે બચાવ કામગીરીમાં પણ તકલીફ નડી હતી. જોકે તેમ છતાં તંત્ર દ્વારા બચાવ કામગીરી ધીમી ગતિએ પણ ચાલુ રાખવામાં આવી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

VIDEO | મોટી દુર્ઘટના, યુપીમાં 3 માળનું મકાન ધરાશાયી, 10થી વધુ લોકો દટાયાની આશંકા 2 - image

Tags :