ત્રણ સગી બહેનોને કરડયો ક્રોબા કરતા પાંચ ગણો ખતરનાક સાપ, પ્રાણ પંખરું ઉડી ગયા

આ સાયલન્ટ કિલર સાપ કરડે ત્યારે દર્દ થતું નથી સીધુ ઝેર જ ચડે છે

ઓડિશાના તીકરપાડા ગ્રામ પંચાયતના ચારિયાપાલી ગામની ઘટના

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ત્રણ સગી બહેનોને કરડયો ક્રોબા કરતા પાંચ ગણો ખતરનાક સાપ, પ્રાણ પંખરું ઉડી ગયા 1 - image


ભુવનેશ્વર,૯ સપ્ટેમ્બર,૨૦૨૪,સોમવાર 

સાપ કરડવાની ઘટના બનતી હોય છે પકંતુળ ઓડિશામાં એક જ પરિવારના ૪ લોકોને એક સાથે સાપ કરડયો હતો. સાંપ કરડવાથી ત્રણ સગી બહેનોના કમકામાટીભર્યા મોત થયા હતા. પિતાની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ત્રણ બહેનાનો નામ સુધિરેખા (૧૩ વર્ષ) શુભરેખા મલિક (૧૨ વર્ષ) અને સૌરભી મલિક (૩ વર્ષ)નો સમાવેશ થાય છે.

આ ઘટના રવીવારે તીકરપાડા પંચાયતમાં સમાવિષ્ટ થતા ચારિયાપાલી ગામમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્ર મલિક પોતાના બાળકો સાથે ઘરમાં સૂતા હતા. રાત્રીના અંધકારમાં ધ્યાનમાં આવ્યું કે બાળકીઓની તબીયત બગડતી જતી હતી.ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડયો હતો. પિતાએ આછું અજવાળુ કરીને જોયું તો સાપ કરડીને આગળ પસાર થઇ રહયો હતો.

ત્રણેય પુત્રીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ફરજ પરના ડૉકટરે મૃત જાહેર કરી હતી. આઘાત ના જીરવી શકતા પિતા સુલેન્દ્રને પણ બૌધ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બતા. સુલેન્દ્રની તબિયત પણ અત્યંત નાજૂક છે. સાપ કરડવાથી એક સાથે ત્રણ પુત્રીઓના મરણ થતા સમગ્ર ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો. ડોકટરોનું પણ માનવું હતું કે કરૈત નામનો સાપ કરવાથી મુત્યુ થયું હોય તેવું બની શકે છે. 

કરૈત સાપ કરડે ત્યારે શરુઆતમાં દર્દ થતું નથી

ઓડિશામાં દર વર્ષે ૬૦૦૦ લોકોને સાપ કરડે છે. જેમાંથી ૪૦૦ થી ૯૦૦ લોકોના મોત થાય છે. ૨૦૨૩માં સાપ કડડવાથી ૧૦૧૧ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધી ૨૪૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓડિશા સરકાર સાપ કરડવાથી મૃત્યુ થતા પરિવારને ૪ લાખ રુપિયાની સહાયતા રાશી આપે છે.કરૈત સાપ કોબ્રા કરતા પણ પાંચ ગણો ઝેરી હોય છે. કરેત કરડે ત્યાર પછી થોડીક મીનિટોમાં જ મોત નિપજે છે આથી તો સાપને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. આ સાપ મોટે ભાગે રાત્રીના સમયે બહાર નિકળે છે.પથારીમાં આવી જાય ત્યારે પડખું બદલવાની સાથે જ કરડે છે. નવાઇની વાત તો એ છે કે  આ સાપ કરડે ત્યારે શરુઆતમાં દર્દ થતું નથી આથી મોડેથી ખ્યાલ આવે છે.


Google NewsGoogle News