ત્રણ AC, 19 પંખા... છતાં નેતાજીના ઘરનું લાઇટ બિલ- ઝીરો યુનિટ! હવે એક્શન લેશે સરકાર
UP News: ઉત્તર પ્રદેશમાં સંભલના સપા સાંસદ જિયાઉર્રહમાન બર્કની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. જૂનું મીટર બદલવા અને મીટર ટેપરિંગની વાત સાર્વજનિક કર્યા બાદ હવે વીજળી વિભાગે બર્કના ઘરે ઉપયોગ થતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની લિસ્ટ રજૂ કરી છે. ચોંકાવનારી વાત છે કે, આ વીજળી વિભાગે સવારે જણાવ્યું હતું કે, બર્કના ઘરે છેલ્લાં એક વર્ષે મીટર રીડિંગ શૂન્ય મળી રહ્યું છે. વળી, હવે જે લિસ્ટ સામે આવ્યું છે, તેમાં બર્કના ઘરેથી 16.5 હજાર વૉટના ઉપકરણ મળી આવ્યા હોવાની વાત કરવામાં આવી છે.
વીજળી વિભાગે લિસ્ટ રજૂ કરીને જણાવ્યું કે, સપા સાંસદે બે માળના ઘરમાં 83 બલ્બ, 19 પંખા અને 3 એસી ચલાવવામાં આવી રહ્યા હતાં. આ સિવાય ગીઝરથી લઈને માઇક્રોવેવ સુધી તમામ ઉપકરણો વિશે પણ જણાવવામાં આવ્યું છે. વીજળી વિભાગની ટીમનું કહેવું છે કે, બર્કના ઘરે 16,480 વૉટના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
કયાં માળ પર કેટલાં યુનિટનો થયો વપરાશ?
ગ્રાઉન્ડ ફ્લોર
ટોટલ યુનિટ
ટોટલ યુનિટ 4993
બર્કના ઘરે આખા વર્ષનું રીડિંગ શૂન્ય
જણાવી દઈએ કે, સપા સાંસદ બર્કના ઘરે લાગેલા 2 વીજળી મીટરમાં ટેમ્પરિંગના પુરાવા મળ્યા છે. થોડા દિવસો પહેલાં વીજળી વિભાગે સાંસદના ઘરે જૂના મીટર દૂર કર્યા હતાં, જેને સીલ કરવામાં આવ્યા હતાં અને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. સાંસદના ઘરના વીજળી બિલમાં આખા વર્ષનું રીડિંગ ઝીરો હતું.
સીઢીના સહારે બીજા માળે પહોંચી હતી ટીમ
સપા સાંસદના આવાસ પર જૂના વીજળી મીટરને દૂર કરીને હાલમાં બે નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતાં. વિભાગની ટીમે આ મીટરની તપાસ કરી અને તેમનું રીડિંગ રેકોર્ડ કરવા પહોંચી. ટીમ સીઢીના સહારે સાંસદના આવાસના બીજા માળ પર પહોંચી અને વીજળીનો લોડ ચેક કર્યો.
ટીમ તપાસ કરી રહી છે કે, સાંસદના ઘરમાં વીજળીનો વપરાશ કેટલો થઈ રહ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન રેપિડ એક્શન ફોર્સ સાથે પીએસીના જવાન તૈનાત રહે. રેપિડ એક્શન ફોર્સની મહિલા ટુકડી પણ તૈનાત કરવામાં આવી હતી. ઘટનાસ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.