રમતા-રમતા ધો.2નો વિદ્યાર્થી અચાનક પડી ગયો, થયું મોત, હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા
Image Source: Twitter
યુપીના ફિરોઝાબાદમાં બીજા ધોરણના વિદ્યાર્થીએ સ્કુલમાં રમતા-રમતા જીવ ગુમાવ્યો. તે અન્ય બાળકોની સાથે સ્કુલ પરિસરમાં રમી રહ્યો હતો. ત્યારે દોડતા-દોડતા તે અચાનકથી જમીન પર પડ્યો. સાથે રમતા બાળકોએ તેને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ઉઠી શક્યો નહીં. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. શરૂઆતી તપાસમાં હાર્ટ એટેકની આશંકા વર્તાવાઈ રહી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મૃતક વિદ્યાર્થીના ઘરમાં શોકનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે સ્ટેશન દક્ષિણ વિસ્તારના હિમાયૂંપુરનો રહેવાસી 8 વર્ષીય વિદ્યાર્થી ચંદ્રકાંત બીજા ધોરણનો વિદ્યાર્થી હતો. તે પાડોશના હંસ વાહિની સ્કુલમાં ભણતો હતો. ગયા શનિવારે સ્કુલમાં બપોરે 12 વાગે અડધા કલાક માટે લંચ બ્રેક હતો. આ દરમિયાન વિદ્યાર્થી ક્લાસમાંથી નીકળીને બહાર ખુલ્લામાં રમી રહ્યો હતો. જેમાં ચંદ્રકાંત પણ સામેલ હતો.
તમામ બાળકો રમી રહ્યા છે ત્યારે ચંદ્રકાંત દોડતો આવે છે અને અચાનકથી જમીન પર પડે છે. આસપાસ ઊભેલા બીજા ધોરણના વિદ્યાર્થી ચંદ્રકાંતને ઉઠાડે છે પરંતુ તે બેભાન થઈ ગયો છે. જેની પર વિદ્યાર્થીઓએ સ્કુલના ટીચરને તેની માહિતી આપી તો હોબાળો મચી ગયો. તાત્કાલિક બાળકને મેડીકલ કોલેજ પહોંચાડવામાં આવ્યો પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો. હાલ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે. રિપોર્ટ આવ્યા બાદ જાણ થશે કે વિદ્યાર્થીનું મોત અચાનકથી કેવી રીતે થયુ.
મૃતક વિદ્યાર્થીના કાકાનું કહેવુ છે કે તેમને સ્કુલમાંથી ફોન આવ્યો હતો કે તેમના ભત્રીજાનું મોત થઈ ગયુ છે. બાળકના શરીર પર લોહીના નિશાન નહોતા અને શરીર પર ઈજાના નિશાન પણ નહોતા. દરમિયાન મોત કેવી રીતે થયુ એ તપાસનો વિષય છે. સ્કુલના તંત્રએ જણાવ્યુ કે અચાનકથી રમતી વખતે બાળક પડી ગયો અને તેનુ મોત થઈ ગયુ. શક્યતા છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. બધુ જ સીસીટીવીમાં રેકોર્ડ છે. કોઈએ બાળકને ધક્કો માર્યો નથી.