ભાજપે પહેલી યાદીમાં જાતિનું ગણિત, મહિલા ઉમેદવારોના આંકડાએ ચોંકાવ્યા
ભાજપની લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં તમામ જાતિ અને વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 03 માર્ચ 2024, રવિવાર
BJP Candidates List 2024: આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના માટે 370 અને એનડીએ માટે 400થી વધુ બેઠકો પર વિજયના લક્ષ્યાંકની જાહેરાત કરનારા ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી યુદ્ધનો શંખનાદ કરી દીધો છે. ભાજપે શનિવારે તેના 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વારાણસી, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર તથા રાજનાથ લખનઉની તેમની બેઠકો પરથી ચૂંટણીના રણમાં ઉતરશે. ભાજપની લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં તમામ જાતિ અને વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં સોશિયલ એન્જિનિયરિંગ ઉપરાંત મહિલા અને યુવાનોના પ્રતિનિધિત્વને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ભોજપુરી સ્ટાર્સની સાથે નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ મુખ્યમંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે.
ભાજપની પ્રથમ યાદીમાં 30 અનુસૂચિત જાતિ અને 20 અનુસૂચિત જનજાતિના નેતાઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં એક ખ્રિસ્તી અને એક મુસ્લિમ ઉમેદવાર પણ સામેલ છે. ભાજપની આ યાદીમાં 28 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
કયા રાજ્યમાંથી 195 ઉમેદવાર?
ભાજપના આ Candidate Listમાં ઉત્તર પ્રદેશમાંથી 51, મધ્યપ્રદેશના 24, પશ્ચિમ બંગાળના 20, ગુજરાત-રાજસ્થાના 15-15, કેરળથી 12, આસામ-ઝારખંડ-છત્તીસગઢથી 11-11-11, તેલંગાણાથી 9 ઉમેદવારોનો દિલ્હીથી 5, ઉત્તરાખંડથી 3, જમ્મુ-કાશ્મીર-અરુણાચલ પ્રદેશમાંથી 2-2, ગોવા-ત્રિપુરા-આંદામાન નિકોબાર-દમણ અને દ્વીપમાંથી 1-1-1-1 ઉમેદવારોનું એલાન કરવામાં આવ્યું છે.
કેટલા અનુસૂચિત જાતિના ઉમેદવાર?
કરીમગંજ (અજા)(SC) કૃપાનાથ મલ્લાહ
જાંજગીર-ચાંપા (અજા)(SC) શ્રીમતી કમલેશ જાંગડે
કચ્છ (અજા) (SC) વિનોદ લખમશી ચાવડા
અમદાવાદ પશ્ચિમ (અજા)(SC) દિનેશ કોદર મકવાણા
અલ્મોડા (અજા) (SC) અજય ટમ્ટા
નગીના (અજા) (SC) ઓમ કુમાર
બુલંદશહેર (અજા)(SC) ડો. ભોલા સિંહ
આગ્રા (અજા)(SC) સત્યપાલ સિંહ બઘેલ
શાહજહાંપુર (અજા) (SC) અરુણ કુમાર સાગર
મિશ્રિખ (અજા) અશોક કુમાર રાવત
હરદોઈ (અજા) (SC) જય પ્રકાશ રાવત
મોહનલાલગંજ (અજા)(SC) કૌશલ કિશોર
ઈટાવા (અજા)(SC) ડો. રામ શંકર કઠેરિયા
જાલૌન (અજા)(SC) ભાનુ પ્રતાપ સિંહ વર્મા
બારાબંકી (અજા)(SC) ઉપેન્દ્ર સિંહ રાવત
બાંસગાંવ (અજા)(SC) કમલેશ પાસવાન
લાલગંજ (અજા)(SC) નીલમ સોનકર
કૂચ બિહાર (અજા)(SC) નિશિથ પ્રામાણિક
રાણાઘાટ(અજા)(SC) જગન્નાથ સરકાર
બાનગાંવ (અજા)(SC) શાંતનુ ઠાકુર
જોયનગર (અજા)(SC) ડો. અશોક કંડારી
બિષ્ણુપુર(અજા)(SC) સૌમિત્ર ખાન
બોલપુર(અજા)(SC) પ્રિયા સાહા
પલામૂ(અજા)(SC) વિષ્ણુ દયાલ રામ
ભિંડ(અજા)(SC) શ્રીમતી સંધ્યા રાય
ટીકમગઢ(અજા)(SC) શ્રીમતી લતા વાનખેડે
દેવાસ(અજા)(SC) મહેન્દ્ર સિંહ સોલંકી
બિકાનેર(અજા)(SC) અર્જુન રામ મેઘવાલ
ભરતપુર(અજા)(SC) રામસ્વરૂપ કોલી
નગરકુર્નૂલ (અજા)(SC) પી. ભરત
કેટલા અનુસૂચિત જનજાતિના ઉમેદવાર?
ઓટોનેમસ જિલ્લા (અજજા)(ST) અમર સિંહ તિસ્સો
સુરગુજા(અજજા)(ST) ચિંતામણિ મહારાજ
રાયગઢ (અજજા) (ST) રાધેશ્યામ રાઠિયા
બસ્તર (અજજા) (ST) મહેશ કશ્યપ
કાંકેર (અજજા) (ST) ભોજરાજ નાગ
દાહોદ (અજજા) (ST) જસવંતસિંહ ભાભોર
બારડોલી (અજજા) (ST) પ્રભુ નાગર વસાવા
અલીપુરદ્વાર(અજજા)(ST) મનોજ તિગ્ગા
રાજમહલ(અજજા)(ST) તાલા મરાંડી
દુમકા(અજજા)(ST) સુનીલ સોરેન
સિંહભૂમ(અજજા)(ST) ગીતા કોડા
ખૂંટી(અજજા)(ST) અર્જુન મુંડા
લોહરદગા (અજજા)(ST) સમીર ઉરાંવ
શહડોલ(અજજા)(ST) શ્રીમતી હિમાદ્રી સિંહ
મંડલા (અજજા)(ST) ફગ્ગન સિંહ કુલસ્તે
રતલામ (અજજા)(ST) શ્રીમતી અનિતા નાગર સિંહ ચૌહાણ
ખરગોન(અજજા)(ST) ગજેન્દ્ર પટેલ
બૈતૂલ(અજજા)(ST) દુર્ગા દાસ ઉડકે
ઉદયપુર (અજજા)(ST) મન્નાલાલ રાવત
બાંસવાડા (અજજા)(ST) મહેન્દ્ર માલવિયા
કેટલા ખ્રિસ્તી ઉમેદવાર?
ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં એકમાત્ર ખ્રિસ્તી ઉમેદવાર અનિલ કે એન્ટની છે. ભાજપે અનિલ કે એન્ટનીને કેરળની પત્તનમતિટ્ટા લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
મુસ્લિમ ઉમેદવાર?
ભાજપે આ વખતે ચોંકાવતા ડો.અબ્દુલ સલામને કેરળની મલપ્પુરમ લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં તેઓ એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે.
પ્રથમ યાદીમાં કેટલી મહિલા ઉમેદવાર?
આ યાદીમાં કુલ 28 મહિલાઓને ઉમેદવાર બનાવવામાં આવી છે. જે 195 જાહેર થયેલા ઉમેદવારોના 14% છે. મહિલા ઉમેદવારોની આ યાદીમાં ઘણા મોટા અને પ્રખ્યાત ચહેરાઓ છે. આ યાદીમાં કેટલાક નવા ચહેરા પણ સામેલ છે. ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને પણ ટિકિટ આપી છે. બીજી તરફ પૂર્વ સરપંચ કમલેશ જાંગડેને છત્તીસગઢના જાંજગીર ચંપાથી લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં સ્મૃતિ ઈરાની, હેમા માલિની, સરોજ પાંડે, રૂપ કુમારી ચૌધરી, કમલજીત સેહરાવત અને પૂનમબેન માડમના નામ પણ સામેલ છે. આ યાદીમાં સામેલ ઘણી મહિલાઓને ભાજપ દ્વારા અનામત બેઠકો પર ઉમેદવાર બનાવવામાં આવી છે.
ભાજપની આ યાદીમાં જો યુવા નેતાઓની વાત કરીએ તો 195 ઉમેદવારોમાંથી 47 ઉમેદવારો યુવા એટલે કે 50 વર્ષથી ઓછી ઉંમરના છે.