Get The App

દેશના 28 રાજ્યો સાયબર ક્રાઈમના સકંજામાં, બે વર્ષમાં 1.67 લાખ કેસ, માત્ર 2706 આરોપી પકડાયા, જુઓ NCRBનો ડેટા

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
દેશના 28 રાજ્યો સાયબર ક્રાઈમના સકંજામાં, બે વર્ષમાં 1.67 લાખ કેસ, માત્ર 2706 આરોપી પકડાયા, જુઓ NCRBનો ડેટા 1 - image

NCRB data on cyber crime : દેશમાં દરરોજ સાયબર ક્રાઈમને લઈને અનેક બનાવો સામે આવતા હોય છે. પરંતુ હવે આ સાથે જોડાયેલો એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. હકીકતમાં વર્ષ 2020-2022ની વચ્ચે દેશના તમામ 28 રાજ્યોમાં નોંધાયેલા કુલ 1.67 લાખ કેસમાંથી ફક્ત 2706 એટલે કે માત્ર 1.6 ટકા ગુનેગારોને સજા કરવામાં આવી હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના ડેટા દર્શાવે છે કે, વર્ષ 2020 અને વર્ષ 2022 વચ્ચે ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં સાયબર ક્રાઈમને સંબંધિત સૌથી વધુ કેસ નોંધાયા હતા.

સાઈબર ક્રાઈમના 11741 કેસ સામે માત્ર 2 ગુનેગારોને સજા

આ રાજ્યો પણ નોંધાયેલા સાઈબર ક્રાઈમઓમાં સજા આપવાનો દર 2 ટકાથી પણ ઓછો છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2020માં બધા જ રાજ્યોમાં કુલ 49708 કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 1109 લોકો એટલે કે માત્ર 2 ટકા લોકોને સજા મળી હતી. ઉત્તરપ્રદેશમાં વર્ષ 2020માં કુલ 11000 સાઈબર ક્રાઈમના કેસ નોંધાયા હતા. પરંતુ સજા માત્ર 642 ગુનેગારોને સજા મળી હતી. કર્નાટકમાં કુલ 11741 સાઈબર ક્રાઈમના કેસ નોંધાયા હતા. આશ્ચર્યજનક રીતે તેમાં માત્ર 2 ગુનેગારોને સજા મળી હતી. આ યાદીમાં મહારાષ્ટ્ર 5496 કેસ સાથે ત્રીજા સ્થાન પર છે. જ્યાં માત્ર 3 આરોપીઓને સજા આપવામાં આવી હતી.      

વર્ષ 2021માં તેલંગાણામાં સૌથી વધુ કેશ નોંધાયા

તમામ રાજ્યોમાં વર્ષ 2021માં કુલ 52430 કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર 490 ગુનેગારોને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એટલે કે માત્ર 0.93 ટકા ગુનેગારોને જ સજા થઈ હતી. તેલંગાણામાં 10300 કેસ સાથે સાયબર ક્રાઈમના સૌથી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર 19 ગુનેગારોને જ સજા થઈ હતી. ઉત્તર પ્રદેશમાં 8829 કેસ નોંધાયા હતા. પરંતુ માત્ર 292 ગુનેગારોને સજા થઈ હતી. કર્ણાટક ત્રીજા સ્થાને રહ્યું હતું. જ્યાં 8136 કેસ નોંધાયા હતા અને માત્ર 10 ગુનેગારોને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઈમના કેસમાં વર્ષ 2022માં પણ સતત વધારો 

વર્ષ 2022માં તમામ રાજ્યોમાં કુલ 64907 સાયબર ક્રાઈમ નોંધાયા હતા. જેમાંથી માત્ર 1107 લોકોને સજા થઈ હતી. એટલે કે માત્ર 1.7 ટકા ગુનેગારો જ સજાને પાત્ર બન્યા હતા. જેમાં તેલંગાણામાં 15297 સાયબર ક્રાઈમ સાથે સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર 60 લોકોને જ સજા થઈ છે. કર્ણાટક 12556 કેસ સાથે બીજા ક્રમે છે. જેમાં માત્ર 12 કેસમાં જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને રહ્યું હતું. જ્યાં કુલ 10117 સાયબર ક્રાઈમના કેસ નોંધાયા હતા અને 838 લોકોને સજા થઈ હતી.

શું છે ડિજિટલ અરેસ્ટ?

સાયબર ક્રાઈમના કેસોમાં હવે ડિજિટલ અરેસ્ટના મામલાઓ વધુ બની રહ્યા છે. સામાન્ય રીતે ડિજિટલ અરેસ્ટ કૌભાંડોમાં છેતરપિંડી કરનારાઓ પોલીસ અધિકારીઓ અથવા કસ્ટમ અધિકારીઓ હોવાનો દાવો કરે છે. અહીં તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા સાયબર છેતરપિંડી કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઈમના વધતા કેસ માટે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ની સ્થાપના કરી છે.દેશના 28 રાજ્યો સાયબર ક્રાઈમના સકંજામાં, બે વર્ષમાં 1.67 લાખ કેસ, માત્ર 2706 આરોપી પકડાયા, જુઓ NCRBનો ડેટા 2 - image



Google NewsGoogle News