Get The App

27 વર્ષ પહેલા દુષ્કર્મના કેસમાં સજા થઇ હતી, હવે પીડિતા સાથે લગ્ન કરતાં સુપ્રીમ કોર્ટે આઝાદ કર્યો

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
27 વર્ષ પહેલા દુષ્કર્મના કેસમાં સજા થઇ હતી, હવે પીડિતા સાથે લગ્ન કરતાં સુપ્રીમ કોર્ટે આઝાદ કર્યો 1 - image


Image: X

Supreme Court of India: સુપ્રીમ કોર્ટે 27 વર્ષ પહેલા રેપના મામલે દોષી ઠેરવેલા એક વ્યક્તિની સજાને રદ કરી દીધી છે. કોર્ટે આ નિર્ણય સંભળાવતાં કહ્યું કે આ મામલાની વિશેષ પરિસ્થિતિઓને જોતાં સજા ચાલુ રાખવી એક મોટો અન્યાય હશે. 

જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ સત્યેશ ચંદ્ર શર્માની બેન્ચે કહ્યું, 'આ મામલે આરોપીએ બાદમાં ફરિયાદી સાથે લગ્ન કરી લીધા છે અને તેના ચાર બાળકો છે. આ મામલાની વિશેષ પરિસ્થિતિઓ આપણને ભારતીય બંધારણની કલમ 142 હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે. કલમ 142 કોર્ટને પૂર્ણ ન્યાય નક્કી કરવા માટે આદેશ આપવાનો અધિકાર આપે છે.' 

કોર્ટે કહ્યું કે 'આ નિર્ણય આ દંપતીના બે દાયકા જૂના લગ્ન અને તેમના સંબંધોની વાસ્તવિક સ્થિતિને જોતાં યોગ્ય હતો. આ મામલામાં વ્યક્તિને 1997માં અપહરણ અને રેપના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. તે સમયે મહિલા સગીર હતી. જોકે, તે બાદ 2003માં બંનેએ લગ્ન કર્યા અને પરિવાર વસાવ્યો. આ મામલે 1999માં નીચલી કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવ્યા બાદ હાઈકોર્ટ દ્વારા 2019માં તેને પુષ્ટિ કર્યા છતાં સજાને રદ કરી દીધી. વ્યક્તિને 2021માં સુપ્રીમ કોર્ટથી જામીન મળી ગયા.'

આ પણ વાંચો: અમેરિકા યાત્રા પહેલાં ટ્રમ્પને 'ગમતો' નિર્ણય લઈ શકે છે PM મોદી! લોકો પર થશે સીધી અસર

સુપ્રીમ કોર્ટમાં આ મામલો પહોંચવા પર આરોપીના વકીલે એ તર્ક આપ્યો કે 'સજાને ચાલુ રાખવી ન માત્ર કાયદેસર કઠોર હશે પરંતુ આ તેમના પરિવારના જીવનમાં વિઘ્ન નાખશે.' રાજ્ય સરકારે આ અપીલનો વિરોધ કર્યો અને મહિલાના સગીર હોવાનો હવાલો આપ્યો. કોર્ટે કહ્યું કે 'આ મામલાની વિશેષ પરિસ્થિતિઓ એક અપવાદાત્મક સમાધાનની માગ કરે છે.'

કોર્ટે પોતાના છેલ્લા નિર્ણયોનો હવાલો આપતાં એ વાત પર જોર આપ્યું કે 'સજા ચાલુ રાખવી માત્ર પહેલેથી સ્થાપિત પરિવારના જીવનને અસ્ત-વ્યસ્ત કરવાનું કારણ બનશે.' અંતે સુપ્રીમ કોર્ટે આરોપીની સજા અને દોષસિદ્ધિને રદ કરી દીધી. હવે વ્યક્તિનો કોઈ સત્તાવાર રેકોર્ડ રહેશે નહીં. કોર્ટે 30 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો જેમાં કહ્યું, 'અમે ભારતીય બંધારણની કલમ 142 હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરતાં સજા અને દોષ સિદ્ધિને રદ કરીએ છીએ.'


Google NewsGoogle News