માત્ર સામાજિક બદનામીના ભયે ગર્ભપાતની પરવાનગી આપી શકાય નહીં : હાઈકોર્ટ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Bombay High Court


Bombay High Court On Abortion: બોમ્બે હાઈકોર્ટે ન્યાયિક વિવેક (Judicial Conscience)ની વાત કરીને 28 વર્ષની એક યુવતીને 26મા સપ્તાહે ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. આ દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, આ પ્રકારના કેસમાં બાળકના પિતાને પણ સામાજિક રીતે જવાબદાર બનાવતી યંત્રણાનો અભાવ છે. બીજી તરફ, અરજદાર યુવતીએ દાવો કર્યો હતો કે, ‘હું તે પતિ સાથે છુટાછેડા લઈ રહી છું અને પુરુષ મિત્ર થકી ગર્ભવતી છું. મને સામાજિક બદનામીનો ડર છે, તેથી ગર્ભપાતની મંજૂરી જોઈએ છે.’

કોર્ટે ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ. ગડકરી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આ પ્રકારના કેસમાં પિતાએ પણ સમાન જવાબદારી લેવી પડશે.  જો કે સમાજમાં આ પ્રકારના કેસમાં અસરકારક તંત્રનો અભાવ છે. આમ છતાં, કાયદાકીય હિતમાં ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં.’ 

મહિલાએ અરજીમાં શું કહ્યું?

આ યુવતીએ તેની અરજીમાં કહ્યું કે, 'હું મારી અનિચ્છનીય ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માંગુ છું. મારે ચાર વર્ષની પુત્રી પણ છે અને હું મારા પતિથી અલગ રહું છું. અમારી છુટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. મારા એક મિત્ર સાથે રિલેશનશિપમાં હતી અને તે દરમિયાન હું ગર્ભવતી થઈ ગઈ. હવે સામાજિક બદનામીના ડરે મારે ગર્ભપાતની મંજૂરી જોઈએ છે.'

કોર્ટે શું કહ્યું?

આ બાબતે કોર્ટે સ્વીકાર્યું કે ‘સ્ત્રીને તેના શરીર પર સંપૂર્ણ અધિકાર છે, પરંતુ મેડિકલ રિપોર્ટ કહે છે કે ગર્ભાવસ્થા સમાપ્ત થવાથી કેટલીક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.’ આ ઉપરાંત કોર્ટે વધુમાં કહ્યું કે ‘સામાજિક બદનામીનાના કારણે યુવતી ગર્ભપાત કરાવવા માંગતી હતી. વળી, મહિલાએ પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટમાં અરજી કરી છે. આ તમામ કારણોને ગર્ભપાત કરવા માટે અપવાદ તરીકે ગણી શકાય નહીં. બાળકના જન્મ પછી અરજદાર દત્તક લેવાની પ્રક્રિયા પર વિચાર કરી શકે છે.’

આ પણ વાંચો: 'બાળક છે કોઈ રમકડું નથી': હાઈકોર્ટના જજે માતા-પિતાને લગાવી ફટકાર

માત્ર સામાજિક બદનામીના ભયે ગર્ભપાતની પરવાનગી આપી શકાય નહીં : હાઈકોર્ટ 2 - image



Google NewsGoogle News