Get The App

દિલ્હી એરપોર્ટ પર મહિલા પાસેથી 26 આઇફોન 16 પ્રો મેક્સ જપ્ત

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
દિલ્હી એરપોર્ટ પર  મહિલા પાસેથી 26 આઇફોન 16 પ્રો મેક્સ જપ્ત 1 - image


- મહિલા હોંગકોંગથી દિલ્હી આવી હતી

- જપ્ત કરવામાં આવેલા 26 આઇફોન 16 પ્રો મેક્સનું બજાર મૂલ્ય 37 લાખ રૂપિયા 

નવી દિલ્હી : દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક મહિલા યાત્રી પાસેથી તાજેતરમાં લોન્ચ થયેલા નવા ૨૬ આઇફોન ૧૬ પ્રો મેક્સ ડિવાઇસ જપ્ત કર્યા છે. 

કસ્ટમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ મહિલા હોંગકોંગથી દિલ્હી આવી હતી. આ મહિલાની ઉંમર ૩૦ વર્ષની આસપાસ હતી.

કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર મહિલાની તપાસ કરવામાં આવતા તેની બેગમાંથી ટિસ્યુ પેપરમાં છુપાવેલા ૨૬ આઇફોન ૧૬ પ્રો મેક્સ મળી આવ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાની ધરપકડ કરવામાં આવી નથી. તપાસ કરવામાં આવી રહી છે કે આ ઘટના અલગ છે કે પછી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દાણચોરી કરતી સિંડિકેટનો ભાગ છે. 

કસ્ટમ વિભાગે જારી કરેલા નિવેદન અનુસાર ક્સ્ટમ એક્ટ, ૧૯૬૨ની કલમ ૧૧૦ હેઠળ આઇફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે. 

કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલા ૨૬ આઇફોનનું કુલ  ટેરિફ મૂલ્ય ૩૦,૬૬,૩૨૮ રૂપિયા આંકવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે આઇફોન ૧૬ પ્રો મેક્સ એપલનો લેટેસ્ટ ફોન છે. જે ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલા ૨૬ આઇફોનનું કુલ બજાર મૂલ્ય ૩૭ લાખ રૂપિયા આંકવામાં આવ્યું છે.


Google NewsGoogle News